Kutch : અદાણી મુ્ંદ્રા પોર્ટ પર સર્જાયો વિક્રમ, 4 ફુટબોલના મેદાન જેટલી લંબાઈ ધરાવતુ મહાકાય જહાજ લાંગર્યું

|

Oct 23, 2023 | 9:10 PM

Kutch: અદાણી પોર્ટ મુંદ્રા પર અત્યાર સુધીના મહાકાય જહાજ લાંગરવામાં આવ્યુ છે. 2 જુલાઈ 2023એ અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યિલ ઈકોનોમિક ઝોન લિમીટેડનું ફ્લેગશીપ પોર્ટ ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક યુટિલિટી અને વૈવિધ્યસભર અદાણી જૂથના એક ભાગ અદાણી પોર્ટસ દ્વારા 399 મીટર લાંબા અને 54 મીટર પહોળા જહાજને બર્થ કરીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.

Kutch : અદાણી મુ્ંદ્રા પોર્ટ પર સર્જાયો વિક્રમ, 4 ફુટબોલના મેદાન જેટલી લંબાઈ ધરાવતુ મહાકાય જહાજ લાંગર્યું

Follow us on

Kutch: ભારતના સૌથી વ્યસ્ત વાણિજ્ય બંદરોમાંના એક એવા ગુજરાતના મુંદ્રા ખાતે અદાણી  પોર્ટસ ગૌરવપ્રદ ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બન્યુ છે. મુંદ્રા પોર્ટ પર સૌથી મોટા MV MSC જહાજને લાંગરવામાં આવ્યું છે. આ સૌથી લાંબા જહાજનું નામ હેમ્બર્ગ છેે. જે 4 ફૂટબોલ મેદાન જેટલું લાંબુ છે. જોગાનુજોગ આ જહાજને ત્યારે લાંગરવામાં આવ્યુ છે જ્યારે જીનીવામાં આવેલી MSC (મેડિટેરિયન શિપિંગ કંપની) અને અદાણી ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ પ્રા. લિના જોઈન્ટ પ્રોજેક્ટને 10 વર્ષ પૂર્ણ થયા છે.

4 ફુટબોલના મેદાન જેટલી લંબાઈ, 399 મી. લાંબુ અને 54 મી. પહોળું છે આ જહાજ

  • જહાજ 15,908 કન્ટેનરની ક્ષમતા ધરાવતુ જહાજ
  • 12 મીટર ડ્રાફ્ટ અને 399 મીટરની લંબાઈ
  • જહાજની પહોળાઈ 54 મીટર

15,908 કન્ટેનરની ક્ષમતા ધરાવે છે જહાજ

  • મુન્દ્રા બંદરે લાંગરવામાંઆવેલુ APL રેફલ્સ સૌથી મોટુ જહાજ
  • ભરતના બંદર પર લાંગરાયેલુ સૌથી મોટુ કન્ટેનર જહાજ
  • 21 મીટર ઉંડાઈ સુધીની ક્ષમતા
  • 24 કલાકમાં 40 શિપ જહાજની મુવમેન્ટ હેન્ડલ કરવાની સિદ્ધિ

આ પણ વાંચો : શેરબજારમાં તોફાની તેજી વચ્ચે પણ Gautam Adani ની કંપનીના રોકાણકાર ચિંતાતુર, 1 વર્ષમાં 68% નુકસાન થયું

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

2025 સુધીમાં કાર્બન ન્યૂટ્રલ બનાવવાના વિઝન સાથે, APSEZ એ વિજ્ઞાન-આધારિત લક્ષ્યાંક પહેલ (SBTi) માટે સાઇન અપ કરનાર પ્રથમ ભારતીય અને વિશ્વનું ત્રીજું બંદર હતું, જે ગ્લોબલ વોર્મિંગને 1.5 °C ઉપર કંટ્રોલ કરી શકે છે.

 

Published On - 10:24 pm, Sun, 2 July 23

Next Article