Kutch : કચ્છ બનશે ઐતિહાસિક મહોત્સવનું સાક્ષી, નરનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે દેશ દુનિયામાંથી પધારશે ભક્તજનો

|

Apr 17, 2023 | 7:21 PM

Kutch : 18 તારીખથી પ્રારંભ થતા મહોત્સવ પુર્વે આજે તા. 17 એપ્રિલના ભુજની ભાગોળે મીરજપર રોડ ઉપર ઉભા કરાયેલા બદ્રીકાશ્રમ ખાતે કચ્છ નારાયણદેવ યુવક-યુવતી મંડળ દ્વારા વિશ્વ યુવા સંમેલન યોજવામાં આવ્યું હતું.

Kutch : કચ્છ બનશે ઐતિહાસિક મહોત્સવનું સાક્ષી, નરનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે દેશ દુનિયામાંથી પધારશે ભક્તજનો

Follow us on

કચ્છ ઐતિહાસિક મહોત્સવનું સાક્ષી બનવાનું છે. ભુજ સ્થિત સ્વામીનારાયણ મંદિરમાં બિરાજતા નરનારાયણ દેવની સ્થાપનાના 200 વર્ષની ઉજવણીનો મહોત્સવ ઉજવવાનો છે. જેમાં દેશ-દુનિયાના લાખો હરીભક્તો સાથે સંતો જોડાશે. તો ઐતિહાસિક મહોત્સવને લઇને ભુજ નજીક 222 એકરમાં બદ્રીકાશ્રમ બનાવવામાં આવ્યું છે.

વિવિધ પ્રદર્શન અને અન્ય આકર્ષણો ઉભા કરાયા છે. તારીખ 18-04-2023 થી તા. 26-04-2023 દરમ્યાન આયોજીત આ મહોત્સવમાં 30,00,000 થી વધુ દેશના હરિભક્તો, 25,000થી વધારે એન.આર.આઈ. હરિભક્તો ઉપસ્થિત રહેશે તેવું આયજકોનું અનુમાન છે.

આજે યુવા સંમેલન યોજાયું

18 તારીખથી પ્રારંભ થતા મહોત્સવ પુર્વે આજે તા. 17 એપ્રિલના ભુજની ભાગોળે મીરજપર રોડ ઉપર ઉભા કરાયેલા બદ્રીકાશ્રમ ખાતે કચ્છ નારાયણદેવ યુવક-યુવતી મંડળ દ્વારા વિશ્વ યુવા સંમેલન યોજવામાં આવ્યું હતું. જેના પ્રારંભ પૂર્વે ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા આરતી ઉતારવામાં આવી હતી. એ આરતીના અગ્નિ થકી મશાલ પ્રજ્વલિત કરવામાં આવી હતી. જેને કમળના ફલોટ સાથેના વાહન ઉપર મુકવામાં આવી હતી, સાથે નરનારાયણ દેવને રથ પર બિરાજમાન કરી યુવાનોએ સાયકલ રેલી સાથે બદ્રીકાશ્રમ પહોંચ્યા હતા.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

અહીં મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત ભગવતજીવન દાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત આદિસંતોની ઉપસ્થિતમાં બદ્રીકાશ્રમના મુખ્યદ્વારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તો પોથીયાત્રામાં હજારો ભક્તો જોડાશે.

મહોત્સવમાં આ આકર્ષણ જમાવશે

મિરજાપર રોડ નજીક 222 એકરમાં “બદ્રિકાશ્રમ”નું સુશોભિત નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં 35 જેટલા જુદા- જુદા ડોમનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે પૈકી અમુક જગ્યાએ જુદા-જુદા પ્રદર્શનો ગોઠવવામાં આવ્યા છે. અત્યાર સુધી 6 લાખથી વધારે હરીભક્તોએ આ પ્રદર્શનનો લાભ લીધો છે. જયારે ગૌ મહિમા પ્રદર્શનમાં 2 લાખથી વધારે હરિભક્તો આ પ્રદર્શનમાં આવી ચુક્યા છે. લાઇટ એન્ડ સાઉન્ડ શો, વિવિધ ધાર્મિક પ્રસંગોનું પ્રદર્શન, બાળકો માટે રમતગમત સહિત વિવિધ આકર્ષણો ઉભા કરવામાં આવ્યા છે.

ભવ્ય શોભાયાત્રાની વાત કરીએ તો 200થી વધારે શણગારેલા વાહનો, સ્લોટ, 30 થી વધારે જુદી-જુદી બેન્ડપાર્ટી,108 થી વધારે ગામડાની ભજન મંડળી,પારાયણ દરમ્યાન ચતુર્વેદ પારાયણની વાત કરીએ તો ભારતના ચારે ખંડ(પૂર્ણ)થી 51 જેટલા વિદ્વાનો ઉપસ્થિત રહેશે. વિદેશના હરિભક્તો માટે મહાપૂજાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં દરરોજના 500થી પણ વધારે અને અત્યાર સુધી 9000 વિદેશના હરિભક્તો મહાપૂજા કરી ચુક્યા છે. ઘનશ્યામ બાલ પારાયણમાં બાળકોને જુદા-જુદા ધાર્મિક વિષયો પર જ્ઞાન આપવામાં આવશે, નરનારાયણદેવ યુવક-યુવતી મંડળ તરફથી અત્યાર સુધી કરવામાં આવેલ સત્સંગ અંગેના કાર્યોનું પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું છે.

આ મહાનુભાવો આવે તેવી શક્યતા

9 (નવ) દિવસના આ મહોત્સવમાં જે રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિ સંભવિત છે, તેવા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીયમંત્રી પુરૂષોત્તમ રૂપાલા તેમજ, મનસુખ માંડવીયા, દેવુસિંહ ચૌહાણ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મંત્રી સ્વતંત્રદેવસિંહ. જયારે ગુજરાત રાજ્યના રાજકીય મહાનુભાવોની વાત કરીએ તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી.આર.પાટીલ, મંત્રી મંડળની વાત કરીએ તો કનુ દેસાઈ, રાધવજી પટેલ, ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી, તથા પ્રફુલ્લ પાનસેરીયા આ મહોત્સવમાં મુલાકાત લે તેવી શક્યતા છે. તો સંઘના વડા મોહન ભાગવત પણ મહોત્સવમાં હાજરી આપે તેવી તેવી શક્યતા છે. તો દેશભરમાંથી વિવિધ સંતોને પણ આ ઐતિહાસિક મહોત્સવમાં હાજરી માટે આમત્રંણ અપાયું છે.

આ પણ વાંચો-Gujarati Video: ગીરસોમનાથમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનો આજથી પ્રારંભ, વર્ષોથી તમિલનાડુમાં સ્થાયી થયેલા મૂળ સૌરાષ્ટ્રના લોકો ગુજરાત આવતા જ બન્યા ભાવવિભોર

મહોત્સવની છેલ્લા 6 મહિનાથી તૈયારીઓ ચાલી રહી છે, અને તેના માટે દેશ-વિદેશથી અનેક ભક્તો સેવા માટે આવ્યા છે. તો કરોડો રૂપિયાના દાનની સરવાણી પણ થઇ છે. મહોત્સવ દરમ્યાન દાતાઓ દ્વારા ભુજ સ્વામીનારાયણ મંદિરમાં બિરાજતા ભગવાનને કરોડો રૂપિયાના આભુષણો પણ ભેટ અપાશે. કચ્છમાં અનેક ધાર્મિક મહોત્સવો અત્યાર સુધી યોજાયા છે. પરંતુ આટલો ભવ્ય મહોત્સવ પ્રથમવાર ઉજવાઇ રહ્યો છે અને તેની ઉજવણીમાં લાખો ભક્તો જોડાશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article