KUTCH : કચ્છના 45 સહીત રાજ્યના વધુ 1400 ગામોનો કિસાન સૂર્યોદય યોજનામાં સમાવેશ

|

Aug 06, 2021 | 8:20 AM

કિસાન સુર્યોદય યોજના (Kisan Suryodaya Yojana) અંતર્ગત રાજ્યના વધુ 1400 ગામોના ખેડૂતોને હવે દિવસે વીજળી મળશે.આ જાહેરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી છે.

KUTCH : કિસાન સુર્યોદય યોજના (Kisan Suryodaya Yojana) અંતર્ગત રાજ્યના વધુ 1400 ગામોના ખેડૂતોને હવે દિવસે વીજળી મળશે.આ જાહેરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી છે. કચ્છની મુલાકાતે આવેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્મૃતિવનની મુલાકાત કરી. ત્યારબાદ પત્રકારો સાથેની વાતચીતમાં કચ્છના 45 ગામો સહિત રાજ્યના 1400 ગામોમાં દિવસે વીજળીની જાહેરાત કરાઇ. સાથે જ 2022 સુધીમાં રાજ્યના તમામ ગામોમાં દિવસે વીજળી મળતી થઇ જશે તેવો નિર્ધાર પણ વ્યક્ત કર્યો.

ખેડૂતોને પાક વાવેતર માટે પૂરતા પ્રમાણમાં વીજળી મળી રહે એ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે કિસાન સૂર્યોદય યોજનાઆ યોજના શરૂ કરી હતી. આ યોજનામાં રાજ્ય સરકાર રૂ.35000 કરોડના ખર્ચે નવી ટ્રાન્સમિશન લાઇન અને સબ – સ્ટેશન સ્થાપિત કરશે. ખેડૂતોને ત્રણમાંથી એક શિફ્ટમાં ખેતી માટે વીજળી મળે છે. કિસાન સૂર્યોદય યોજના (Kisan Suryodaya Yojana)ખેડૂતોને અઠવાડિયાના બધા દિવસ દરમ્યાન ખેતી માટે વીજપુરવઠો મળી રહેશે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં વર્ષ 2022ના અંત સુધીમાં રાજ્યનાં તમામ ગામોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે.

આ પણ વાંચો : BHAVNAGAR : શહેરમાં રોગચાળાએ માથું ઉચક્યું, સર.ટી. હોસ્પિટલમાં દૈનિક ઓપીડી 1400એ પહોચી

આ પણ વાંચો : SURAT : બારડોલીમાં વેપારી પર ફાયરીંગ, સરદાર હોસ્પિટલમાં સારવાર દરમિયાન વેપારીનું મોત

Next Video