Kutch: 9 મહિનામાં ઝડપાઇ અધધ 25 કરોડની વીજચોરી, 40,000 કનેકશન ચેક કરાયાં

|

Feb 03, 2022 | 10:18 PM

કચ્છમાં 9 મહિનામાં 25 કરોડ જેટલી વિજચોરી વિવિધ ડીવીઝનો હસ્તક ઝડપાઇ છે. જે માટે રહેણાંક, ઓદ્યોગિક અને ખેતીના 40,000થી વધુ કનેકશનો ચેક કરવામા આવ્યા છે  જેમાં 4000 કનેકશનમાંથી વિજચોરી ઝડપાઇ હતી

Kutch: 9 મહિનામાં ઝડપાઇ અધધ 25 કરોડની વીજચોરી, 40,000 કનેકશન ચેક કરાયાં
કચ્છમાં 9 મહિનમાં ઝડપાઇ અધધધ 25 કરોડની જેટલી વીજચોરી પકડાઈ

Follow us on

કચ્છમાં GUVNLની ટીમે સપાટો બોલાવ્યો હતો અને માંડવી (mandavi) વાંઢ ગામે આવેલ નરનારયણ માઇનકેમમાંથી 3.50 કરોડની વીજચોરી ઝડપી પાડી હતી. જે મામલે સ્થાનીક PGVCL પણ તપાસમાં જોડાયુ છે.

જોકે કચ્છમાં આ પહેલા પણ ડિસેમ્બર માસમાં મોટી કાર્યવાહી કરાઇ હતી અને કચ્છમાં 3 કરોડ જેટલી વિજચોરી (Power theft) ખાનગી રીસોર્ટ, મીઠાની કંપની તથા ખનીજ એકમોમાંથી ઝડપી પડાઇ હતી. જોકે કચ્છમાં સ્થાનિક ટીમે પણ વર્ષ દરમ્યાન કરોડો રૂપિયાની વિજચોરી ઝડપી છે.

આંકડાઓ પર નજર કરીએ તો કચ્છમાં 9 મહિનામાં 25 કરોડ જેટલી વીજચોરી વિવિધ ડીવીઝનો હસ્તક ઝડપાઇ છે. જે માટે રહેણાંક, ઓદ્યોગિક અને ખેતીના 40,000થી વધુ કનેકશનો ચેક કરવામા આવ્યા છે.  જેમાં 4000 કનેકશનમાંથી વીજચોરી ઝડપાઇ હતી.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

કચ્છમાં એપ્રિલ 2021થી અત્યાર સુધી અનેક વિસ્તારોમાં PGVCL તથા વિજીલન્સ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાઇ હતી. તો GUVNL દ્વારા પણ વીજ ચેકિંગ કરી કરોડો રૂપિયાની વીજચોરી ઝડપી પડાઇ હતી. ગઇકાલે વાંઢ ગામેથી ઝડપાયેલ 3.50 કરોડની વિજચોરીના મામલે કઇ રીતે લોક મેઇનટેન કરી ચોરી કરાતી હતી તેની ઉંડાણપુર્વકની તપાસ PGVCL એ શરૂ કરી છે.

પચ્છિમ કચ્છ ભુજ ડીવીઝનની વાત કરવામાં આવે તો કુલ 32139 કનેકશનમાં ચેકિંગ હાથ ધરાયુ હતુ. જેમાં 7 કરોડની વીજચોરી ઝડપાઇ હતી, તો અંજાર ડીવીઝન દ્રારા 13173 રહેણાંક 4564 વાણીજ્ય તથા 1000 કનેકશન ખેતી અને ઇન્ડ્રસ્ટ્રીયના ચેક કરવામાં આવ્યાં હતાં જેમાં 2000થી વધુ કનેકશનમાં 11.88 કરોડની વીજચોરી ઝડપાઇ હતી.

કચ્છમાં અગાઉ વાગડ પંથકમાં આખા ગેરકાયદેસર ટ્રાન્સફોર્મર ઉભા કરી દેવાયાનુ કારસ્તાન પણ ઝડપાઇ ચૂક્યુ છે, પરંતુ કચ્છમાં ફરી વીજચોરીના નવા-નવા કિમીયાઓ અજમાવાઇ રહ્યા છે, જેના પર વિવિધ રીતે કાર્યવાહી કરાઇ રહી છે.

જો કે ભુજ ડીવીઝનના મુખ્ય એન્જિનીયર એ.એસ. ગરવાએ જણાવ્યુ હતુ કે અંજાર માટે HTIS હાઇ વોલ્ટેજ કનેકશન માટેની ડેપ્યુટી એન્જિનીયરની દોઢ વર્ષથી ખાલી જગ્યા ભરવામાં આવે અને ભુજ માટે એક અલગ અધિકારી ફાળવાય તો કચ્છમાં મોટા વીજ જોડાણમાં થતી ગેરરીતે પર રોક લગાવવામાં સફળતા મળી શકે છે.

આ પણ વાંચોઃ વીજ કંપનીઓ યુનિટના ભાવ વધારતી નથી છતાં બિલની રકમ વધતી જાય છે, જાણો કઈ રીતે ચૂપચાપ ગ્રાહકો પાસેથી પૈસા ખંખેરી લેવાય છે

આ પણ વાંચોઃ Surat : સુમુલ દ્વારા દૂધની થેલી પર કૃષ્ણનો ફોટો મુકતા વિવાદ , સુમુલે લોગો બદલવાની આપી ખાતરી

Published On - 5:34 pm, Thu, 3 February 22

Next Article