Kutch: ધુળેટીના (HOLI) ઉત્સવની આજે સમગ્ર દેશમાં ધામધુમ પુર્વક ઉજવણી થઇ રહી છે. ત્યારે આજે કચ્છ સ્થિત વિવિધ મંદિરોમાં પણ ભગવાન સાથે રંગ ઉત્સવની પરંપરા જાળવી સંતો અને ભક્તોએ રગોત્સવની ઉજવણી કરી હતી. સાથે ફુલોથી મંદિરને સુશોભીત કરાયું હતું. ભુજ (Bhuj) નુત્તન સ્વામીનારાયણ મંદિરથી (Swaminarayan Temple) શોભાયાત્રાનું આયોજન પણ ધુળેટીના દિવસે કરાયું હતું. તો મણીનગર મંદિરમાં પણ આચાર્ય જીતેન્દ્રદાસની ઉપસ્થિતીમાં ભગવાન સાથે ભક્તોએ રંગોત્સવ માણ્યો હતો.
ભુજ સ્વામીનારાયણ મંદિરમાં ઉજવણી
ભુજ સ્થિત સ્વામીનારાયણ મંદિર ખાતે આજે ફુલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. એક તરફ નરનારાયણ દેવના દ્વિશતાબ્દી મહોત્સવનો પર્વ હતો. જેના ઉપલક્ષમાં ભુજમાં વિશાળ શોભાયાત્રા યોજાઇ હતી. જેમાં સંતો-હરિભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. તો મંદિરમાં સંતોની ઉપસ્થિતીમાં ફુલડોલ ઉત્સવ અને રંગ ઉત્સવની પણ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સંતોએ ભગવાન પર પુષ્પવર્ષા કરી ફૂલડોલ ઉત્સવ મનાવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં હરીભક્તો કચ્છભરમાંથી ઉપસ્થિત રહ્યા હતા. કોરોના મહામારીને કારણે મંદિર તરફથી આવી ભવ્ય ઉજવણી બંધ રખાઇ હતી. પરંતુ આજે ઉજવણીનુ આયોજન કરાતા મોટી સંખ્યામાં હરિભક્તો ઉત્સવમાં ભાગ લેવા આવ્યા હતા. ફુલડોલ ઉત્સવ સાથે શોભાયાત્રામાં પણ જોડાયા હતા.
મણીનગર મંદિરમાં પણ ઉજવણી
મણીનગર ગાદી સંસ્થાન દ્વારા આજે ભુજ દરબારગઢ સ્થિત મંદિર ખાતે ભવ્ય ઉજવણી ધુળેટી નિમીતે આયોજીત કરાઇ હતી. જેમાં ખાસ ગાદી સંસ્થાનના મુખ્ય આચાર્ય જીતેન્દ્રપ્રીય દાસજી ઉપસ્થિત રહ્યા હતા. ભજન-કીર્તન સાથે મંદિરમાં ભગવાનનો ફુલથી અભિષેક કરી ફુલડોલ ઉત્સવની ઉજવણી કરાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને સંતો ઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય પુરૂષોત્તમ પ્રિયદાસજીની દિક્ષાના 60 વર્ષ પુર્ણ થતા વિશેષ ઉજવણી કરાઇ હતી. સંતોએ આશીર્વાદ રૂપે ભક્તોને રંગ લગાવી શુભકામના પાઠવી હતી.
તો અન્ય મંદિરોમા પણ કિર્તન તથા ભગવાન સાથે રંગ ઉત્સવની ઉજવણી કરાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. તો રંગોત્સવ સાથે ભગવાનને વિશેષ ભોગ પણ લગાવાયો હતો.
આ પણ વાંચો : અમદાવાદમાં એક એવું મંદિર જે વર્ષમાં બે દિવસ હોળી અને ધુળેટી પર્વ પર જ ખુલે છે, જ્યાં ભક્તોની ભીડ જામે છે
આ પણ વાંચો : Surat: નરેશ પટેલના રાજકીય પાર્ટીમાં જોડાવવા બાબતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું શું આવ્યું નિવેદન