Kutch : નવી આશા સાથે ભુજ-નલિયા બ્રોડગેજ લાઇન પર પ્રથમ વાર માલગાડી દોડી

|

Feb 05, 2022 | 11:04 PM

કચ્છના છેવાડાના વિસ્તાર એવા અબડાસાના ઔધોગિક વિકાસ સાથે સંરક્ષણના મુદ્દાને ધ્યાને રાખી ભુજ-નલિયા બ્રોડગેજ લાઇનને રેલ્વે બજેટમા મંજુરી મળી હતી અને તેનુ કામ પણ ધીમુ ચાલુ હતુ પરંતુ શનિવારે પ્રથમવાર દેશલપર-ભુજ વચ્ચે આ ટ્રેન વ્યવહાર શરૂ કરાયો હતો

Kutch : નવી આશા સાથે ભુજ-નલિયા બ્રોડગેજ લાઇન પર પ્રથમ વાર માલગાડી દોડી
Kutch Bhuj Naliya Freight Train Start

Follow us on

પુર્વ કચ્છ(Kutch) અને છેક ભુજ સુધી ઔધોગિક વિકાસને યોગ્ય ટ્રાન્સપોર્ટેશન માટે ટ્રક તથા અન્ય વાહનોની સાથે રેલ વ્યવહાર પણ ખુબ મળ્યો છે. તેના કારણે ટ્રાન્સપોર્ટેશન સાથે અનેક વસ્તુની નિકાસમાં કચ્છ પ્રથમ નંબરે છે. જો કે પચ્છિમ કચ્છના છેવાડાના વિસ્તાર એવા અબડાસાના ઔધોગિક વિકાસ સાથે સંરક્ષણના મુદ્દાને ધ્યાને રાખી ભુજ-નલિયા બ્રોડગેજ (Bhuj Naliya) લાઇનને રેલ્વે બજેટમા મંજુરી મળી હતી અને તેનુ કામ પણ ધીમુ ચાલુ હતુ પરંતુ શનિવારે પ્રથમવાર દેશલપર-ભુજ વચ્ચે આ ટ્રેન વ્યવહાર(Freight Train)  શરૂ કરાયો હતો જેમાં બેન્ટોનાઇટનુ લોડીંગ કરાયુ હતુ. 45 રેક સાથેની 2800 ટન ક્ષમતા સાથેની આ ટ્રેન પચ્છિમ બંગાળ પી.એમ.આર સ્ટેશન જશે નલિયા-ભુજ રેલ્વે ટ્રેકને બોડગ્રેજ કરવાની જાહેરાત બાદ ઉદ્યોગ અને ખાસ કરીને પચ્છિમ કચ્છને મુખ્ય શહેરો સાથે છેવાડાને જોડતી આ યોજનાને લઇ લોકોને અનેક આશા હતી.

પેસેન્જર ટ્રેન પણ શરૂ થશે ઉદ્યોગને ફાયદો

કચ્છના સાંસદ સહિત રેલ્વે કમિટી દ્રારા અનેક વખત આ અંગે રજુઆતો કરાઇ હતી જેમાં બ્રોડગેજ લાઇનનુ કામ ઝડપથી પુર્ણ કરવા માટે જણાવાયુ હતુ. જો કે દેશલપર અને નલિયા વચ્ચે ધણા વિસ્તારમા હજુ કામ પુર્ણ થઇ શક્યુ નથી. જો કે ઓદ્યોગીક માંગને ધ્યાને રાખી રેલ્વે વિભાગ દ્રારા ભુજ તાલુકાના દેશલપર નજીક ઓદ્યોગીક પરિવહન માટેની વ્યવસ્થા ઉભી કરાઇ હતી અને આજે ભુજથી દેસલપર વચ્ચે ટ્રેન પ્રથમવાર દોડી હતી દેશલપર સ્ટેશને કચ્છમાંથી દેશભરમાં જતી બેન્ટોનાઇટ ખનીજની પ્રથમ રેક આજે લોડ કરાઇ છે.

કચ્છમાંથી ખનીજ,સિમેન્ટ અને મીઠાનુ પરિવહન મોટી માત્રામાં થાય છે

અત્યાર સુધી ટ્રેન મારફતે ટ્રાન્સપોર્ટેશન માટે કુકમા સુધી ઉદ્યોગીક એકમોને આવવુ પડતુ હતુ. કચ્છના એ.આર.એમ આદીશ પઠાણીયાએ જણાવ્યુ હતુ. કે પચ્છિમ કચ્છમાંથી ખનીજ,સિમેન્ટ અને મીઠાનુ પરિવહન મોટી માત્રામાં થાય છે. ટુંક સમયમાં તમામ સુવિદ્યા સાથે તેનુ પરિવહન થાય તેવા પ્રયત્નો રહેશે અને ઉદ્યોગોને રેલ્વે સેવાથી મોટો ફાયદો થશે

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ટ્રેન સેવા દેશલપરથી શરૂ થતા ઔધોગિક એકમો વેપારીઓએ ખુશી વ્યક્ત કરી

જો કે ન માત્ર ઉદ્યોગ પરંતુ કચ્છ સ્થિત સુરક્ષાબળોને પણ આ રેલ્વે સેવાના લાભના ઉદ્દેશ સાથે આ ટ્રેન સેવા શરૂ કરવાનુ આયોજન હતુ ત્યારે નલિયા બ્રોડગેજ લાઇનનુ સંપુર્ણ કામ ઝડપથી પુર્ણ થાય અને માલવાહક ટ્રેન સાથે પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવા પણ ઝડપ લાવવામા આવે તો ચોક્કસથી પચ્છિમ કચ્છના છેવાડાના વિસ્તારોના વિકાસ પણ ઝડપી બનશે અને શહેરી વિસ્તારો સાથે સંપર્ક વધુ મજબુત બનશે. આજે ટ્રેન સેવા દેશલપરથી શરૂ થતા ઔધોગિક એકમો વેપારીઓએ ખુશી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના કેસમાં તીવ્ર ઘટાડો, નવા 4710 કેસ નોંધાયા, 34 લોકોના મૃત્યુ

આ પણ વાંચો : BHARUCH : ભૃગુકચ્છ થી ભરૂચ, ભાંગ્યુ તોય થયુ ભવ્ય, ઈતિહાસનો વૈભવ તસવીરમાં કચકડે મઢાયો

Published On - 10:54 pm, Sat, 5 February 22

Next Article