Kutch : ખેડુતોનું દુધઇ કેનાલની અધૂરી કામગીરી પૂર્ણ કરવા સરકારને અલ્ટિમેટમ, નહી તો આંદોલનની ચીમકી  

|

Apr 19, 2022 | 7:13 PM

કચ્છ(Kutch) ભારતીય કિસાન સંઘના પ્રતિનિધિ મંડળે તાજેતરમાંજ આ વિસ્તારની મુલાકાત લીધી ત્યારે પીવાના પાણીની ભારે તંગી જોવા મળી હતી. પશુઓ માટે ટેન્કર મારફતે પાણી પહોંચતું હોવાનું પણ ધ્યાને આવ્યુ હતુ. ત્યાર બાદ ખેડુતોએ બેઠક યોજી કેનાલ મારફેત પાણી આ વિસ્તારમાં પહોચે તેવી માગ કરી તાત્કાલીક પશુઓ અને લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થાની રજુઆત કરાઇ છે

Kutch : ખેડુતોનું દુધઇ કેનાલની અધૂરી કામગીરી પૂર્ણ કરવા સરકારને અલ્ટિમેટમ, નહી તો આંદોલનની ચીમકી  
Kutch Farmers Protest For Narmada Water

Follow us on

કચ્છ(Kutch)જિલ્લામાં બે દાયકા કરતા વધુ સમયથી નર્મદાના પાણી(Narmada Water)મુદ્દે લડત કરી રહેલા ખેડુતો(Farmers)પાછલા પાંચ વર્ષોથી વધુ આક્રમક રીતે નર્મદાના પાણી મુદ્દે લડી રહ્યા છે. તેમાય વધારાના પાણી મુદ્દે સરકારે કરેલી જાહેરાત અને ત્યાર બાદ બજેટમાં પુરતી રકમની જોગવાઇ ન કરાતા ખેડુતો સરકાર સામે આક્રમક છે તે વચ્ચે ઉનાળામા પાણીની વિકટ સમસ્યા જોઇ ખેડુતોએ ફરી એકવાર સરકારને 26 તારીખ સુધી દુધઇ સબબ્રન્ચ કેનાલની અધૂરી કામગીરી પુર્ણ કરવા માટે અલ્ટીમેટમ આપ્યુ છે આજે કચ્છ ભારતીય કિસાનસંધની આગેવાનીમાં ખેડુતોએ કલેકટરને આવેદનપત્ર આપ્યુ છે અને  ચીમકી ઉચ્ચારી છે કે 27 સુધી સરકાર કોઇ યોગ્ય જાહેરાત નહી કરે તો 27 એપ્રીલ બાદ ખેડુતો આંદોલનના માર્ગે જશે

સરકાર પાસે કરી ખેડુતોએ આ માગ

કચ્છ જિલ્લામાં નર્મદાના નિયમિત પાણી પહોંચાડવા બે કેનાલનું આયોજન કરાયું છે. તેમાં એક ટપ્પરથી મોડકૂબા સુધી અને બીજી ટપ્પરથી રૂદ્રમાતા સુધીની કેનાલનો સમાવેશ થાય છે. ટપ્પરથી રૂદ્રમાતા કેનાલમાં બે વર્ષ પહેલાં સરકાર દ્વારા અચાનક કેનાલના બદલે પાઇપ લાઇન પાથરવાનો નિર્ણય લેવાયો હતો. સરકારના આ નિર્ણયથી આ વિસ્તારના લોકોમાં ભારે રોષ ફેલાયો છે. કારણ કે, દુધઇ સબ બ્રાન્ચ કેનાલ ૬૮ કિલો મીટર જેટલી લંબાઇ ધરાવે છે તેમાં નિયમિત પાણીના ૨૩ કિલો મીટરના કામો થઇ ગયા છે જ્યારે બાકીના ૪૫ કિલો મીટરના કામ બાકી છે. નર્મદા નિગમ દ્વારા તેનો સર્વે પણ કરાઇ ગયો છે તેમજ એસ્ટીમેટ પણ બની ગયો છે માત્ર ખેડૂતોને જમીન સંપાદનના એવોર્ડ કરવાના બાકી રહ્યા છે.

ભુજ તાલુકાના 10 ગામો પહેલાથી જ મૂળ યોજના મુજબ કમાન વિસ્તારમાં

ખેડૂતો પણ જમીન આપવા સરકારના નીતિ નિયમો મુજબ તૈયાર છે તો તાત્કાલિક ધોરણે બાકીના કામો પૂરા કરવા ખેડુતોની માગ છે. કારણ કે, 45  કિલો મીટરમાં આવતા ભુજ તાલુકાના 10 ગામો પહેલાથી જ મૂળ યોજના મુજબ કમાન વિસ્તારમાં આવે છે. આ ગામો પાસે સિંચાઇ માટે અન્ય કોઇ વ્યવસ્થા નથી અને સરહદ પરના ગામો છે તેમાં પાણીના અભાવે ખેડૂતો અને માલધારીઓ હિજરત કરી રહ્યા છે જેને રોકવા માટે પાણી અગત્યનું હોતાં બાકી રહેતા કામો તાત્કાલિક પૂરા કરવા યોગ્ય પગલા ભરવા વિનંતી છે.

શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024
ભારતનું આ ગામ કે જ્યાં ભૂતોની થાય છે પૂજા ! જાણો શું છે કારણ

કચ્છ ભારતીય કિસાન સંઘના પ્રતિનિધિ મંડળે તાજેતરમાંજ આ વિસ્તારની મુલાકાત લીધી ત્યારે પીવાના પાણીની ભારે તંગી જોવા મળી હતી. પશુઓ માટે ટેન્કર મારફતે પાણી પહોંચતું હોવાનું પણ ધ્યાને આવ્યુ હતુ. ત્યાર બાદ ખેડુતોએ બેઠક યોજી કેનાલ મારફેત પાણી આ વિસ્તારમાં પહોચે તેવી માગ કરી તાત્કાલીક પશુઓ અને લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થાની રજુઆત કરાઇ છે સાથે 26 તારીખ સુધી સરકાર નિર્ણય નહી કરે તો 27 થી ખેડુતો આંદોલનના માર્ગે જશે આજે મોટી સંખ્યામાં અસરગ્રસ્ત વિસ્તારના ખેડુતો રજુઆતમાં જોડાયા હતા.

આ પણ વાંચો :  સાવધાન : પેકિંગમાં મળતા ઘંઉના લોટ અને મેદામાં આ હાનિકારક તત્વનું વધુ પ્રમાણ,જીટીયુના ફાર્મસી વિભાગનું રિસર્ચ

આ પણ વાંચો :  Mehsana : ડી.ઇએલ.ઇડીની (પી.ટી.સી) પરીક્ષાને પગલે વહીવટીતંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

Published On - 7:04 pm, Tue, 19 April 22

Next Article