Kutch: વળતર ન મળતા આપઘાતની ચીમકી સાથે ખેડૂત વિજટાવર પર ચડી ગયો સમજાવટ પછી ઉતર્યો

|

Mar 20, 2022 | 10:52 PM

ભચાઉ તાલુકાના શિકારપુર ગામના ખેડુત રમેશભાઇએ આજે સોસીયલ મિડીયામાં વિડીયો વાયરલ કર્યા હતા. જેમાં તેને કંપની તરફથી યોગ્ય વળતર વિજલાઇન ખેતરમાંથી પસાર કરવા મુદ્દે ન ચુકવતા તેઓ આપઘાત કરી રહ્યા છે.

Kutch: વળતર ન મળતા આપઘાતની ચીમકી સાથે ખેડૂત વિજટાવર પર ચડી ગયો સમજાવટ પછી ઉતર્યો
Kutch: Farmer climbs visit tower with threat of non-compensation and lands after persuasion

Follow us on

કચ્છમાં લાંબા સમયથી વિજ ઉત્પાદન કરતી વિવિધ કંપનીઓ દ્વારા વિજટાવર (Vij Tower)અને વિજલાઇન નાંખવા મુદ્દે ખેડૂતોને (Farmer) યોગ્ય વળતર (Compensation) ન આપતું હોવાની ફરીયાદો અલગ-અલગ જગ્યાએથી ઉઠી રહી છે. અને તેને લઇને અનેક વિવાદો પણ સર્જાયા છે. જોકે આજે ભચાઉના શિકારપુર ગામના એક ખેડુતે યોગ્ય વળતર ન મળવા મુદ્દે અલગ જ વિરોધ કરતા સમગ્ર વહીવટી તંત્ર દોડતુ થયું હતું. શિકારપુર ગામના રમેશ પટેલ નામના ખેડુતના ખેતરમાંથી વિજલાઇન પસાર થઇ રહી છે જે મુદ્દે ખેડુતે કંપની પાસેથી વળતર બાદ કામ શરૂ કરવા માંગ કરી હતી. જોકે યોગ્ય વળતર વગર ખાનગી કંપનીએ કામ શરૂ કરી દેતા આજે ખેડુત વિરોધ કરવા માટે 200 ફુટ લાંબા વિજટાવર પર ચડી ગયો હતો. જોકે કલાકોની મહેનત બાદ પોલિસ અને સ્થાનીક લોકોએ સમજાવતા યુવાન ખેડુત થાંભલા પરથી નીચે ઉતાર્યો હતો.

6 કલાકની મહેનત બાદ યુવાન માન્યો

ભચાઉ તાલુકાના શિકારપુર ગામના ખેડુત રમેશભાઇએ આજે સોશિયલ મિડીયામાં વિડીયો વાયરલ કર્યા હતા. જેમાં તેને કંપની તરફથી યોગ્ય વળતર વિજલાઇન ખેતરમાંથી પસાર કરવા મુદ્દે ન ચુકવતા તેઓ આપઘાત કરી રહ્યા છે. કંપની સાથે થયેલી વાતચીતનો વિડીયો યુવાને 60 ફુટ ઉંચે ટાવર પર ચડી ઉતાર્યો હતો. અને પોતાની વ્યથા ઠાલવી હતી. જે બાબત પોલીસ તથા તંત્રના ધ્યાને આવતા પોલીસ ત્યાં પહોંચી હતી. અને યુવકને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. ખેડૂતનો આક્ષેપ છે કે કંપની સાથે થયેલી વાતચીત મુજબ વળતર ન મળવા છતાં કામ શરૂ કરી દેવાતા આજે તેને ન છુટકે આવું પગલું ભરવું પડ્યું હતું. સાથે જીલ્લાભરના અન્ય ખેડુતોને થઇ રહેલા વળતરના અન્યાયની વાત પણ તેઓએ કરી હતી. જોકે પોલીસે કલાકોની મહેનત બાદ યુવકને સમજાવી નીચે ઉતાર્યો હતો.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

હાલ યુવાન ખેડુતને પોલીસ મથકે લઇ જવાયો છે. અને કંપની સાથે વાત કર્યા બાદ યોગ્ય કાર્યવાહીની ખાતરી મળતા ખેડુત 60 ફુંટ ઉંચા વિજટાવર પરથી નીચે ઉતરી ગયો છે. પરંતુ એક સમયે વિજટાવર પર ચડી ખેડુતે આપધાતની ચીમકીથી તંત્ર તથા પોલીસ વિભાગ દોડતું થયું હતું.

આ પણ વાંચો : Russ-Ukraine War: વિદેશી સૈન્યમાં જોડાઈને લડવાના સંબંધમાં ન્યુઝીલેન્ડના કાયદાકીય પાસાઓ શું છે, શા માટે ઉભો થયો આ સવાલ?

આ પણ વાંચો :  યુદ્ધમાં પુતિનને વધુ એક ઝટકો, યુક્રેને રશિયાના ટોચના નૌસેના અધિકારીને ઠાર માર્યા, ટોચના જનરલે પણ યુદ્ધમાં ગુમાવ્યો જીવ

Next Article