ભુજમાં પોલીસ કર્મી વિરુદ્ધ જ મહિલા પોલીસ કર્મીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી

|

Oct 10, 2021 | 10:42 AM

પશ્ચિમ કચ્છ પોલિસ વિભાગમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સામે સાથી મહિલા પોલિસ કર્મચારીએ જ ફરીયાદ દાખલ કરી છે.

કચ્છ(Kutch) જિલ્લામાં ભુજ પોલીસને(Bhuj Police) શર્મશાર કરતો બનાવ સામે આવ્યો છે. જેમાં મહિલા પોલિસ(Women Police) કર્મચારીએ તેના સાથી કર્મી વિરુદ્ધ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી છે. પશ્ચિમ કચ્છ પોલિસ વિભાગમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સામે સાથી મહિલા પોલિસ કર્મચારીએ જ ફરીયાદ દાખલ કરી છે.

તેમજ સાથે કામ કરતા કોન્સ્ટેબલે લગ્નની લાલચ આપી અલગ-અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાનું ફરીયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.હાલ ભુજ એ ડીવીઝન પોલિસ મથકે ફરીયાદ નોંધાયા બાદ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : સાબરકાંઠાના પીપલોદી નજીકથી અંદાજે 30 લાખનું એમડી ડ્રગ્સ ઝડપાયું, એક યુવાનની અટકાયત

આ પણ વાંચો : વડોદરા ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટની જેલમાં તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

Published On - 10:31 am, Sun, 10 October 21

Next Video