કચ્છ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોળાવીરા વર્લ્ડ હેરીટેજ સાઇટમાં વિકાસની સમીક્ષા કરી

ગુજરાતના મુખ્યમંત્રી આજે કચ્છની મુલાકાતે આવ્યા હતા. 5000 વર્ષ જુની હડપ્પન સંસ્કૃતિની વલ્ડ હેરીટેજમાં સ્થાન મળ્યા બાદ તેની આસપાસ થઇ રહેલા વિકાસ કામોની સમિક્ષા માટે તેઓ જાતે આવ્યા હતા.

કચ્છ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોળાવીરા વર્લ્ડ હેરીટેજ સાઇટમાં વિકાસની સમીક્ષા કરી
| Edited By: | Updated on: Feb 13, 2022 | 3:19 PM

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) આજે કચ્છની (KUTCH) મુલાકાતે આવ્યા હતા. કચ્છની ઐતિહાસીક ધરોહર ધોળવીરાને વર્લ્ડ હેરીટેજમાં (Dholvira World Heritage) સ્થાન મળ્યા બાદ તેના વિકાસ માટેની સમિક્ષા કરવા તથા પ્રવાસીઓને કઇ રીતે આકર્ષી શકાય તે માટે મુખ્યમંત્રીએ ધોળાવીરા સાઇટ તથા મ્યુઝીયમ સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી. તો પ્રવાસન અને સરક્ષણ માટે મહત્વના એવા ધડુલી સાંતલપુર રોડની પણ તેઓ સમિક્ષા કરશે.

ગુજરાતના મુખ્યમંત્રી આજે કચ્છની મુલાકાતે આવ્યા હતા. 5000 વર્ષ જુની હડપ્પન સંસ્કૃતિની વલ્ડ હેરીટેજમાં સ્થાન મળ્યા બાદ તેની આસપાસ થઇ રહેલા વિકાસ કામોની સમિક્ષા માટે તેઓ જાતે આવ્યા હતા. ગુજરાતના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે તેઓએ ધોળાવીરા સાઇટની મુલાકાત લીધી હતી. અને તેઓએ સાઇટ નિહાળ્યા બાદ વિઝીટર બુકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનની પ્રસંશા સાથે વર્લ્ડ હેરીઝટમાં સ્થાન અપાવવા બદલ આભાર પ્રગટ કર્યો હતો. સાથે તેના વિકાસને આગળ લઇ જવાની નેમ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી. જો કે હજુ વિકાસમાં ઘણી ખુટતી કડીઓ હોવાનું પુરાતત્વ વિભાગના પુર્વ ડાયરેક્ટરે જણાવ્યું હતું.

ગુજરાતના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે CMએ ધોળાવીરા સાઇટની મુલાકાત લીધી હતી

ધોળાવીરા હડપ્પન સાઇટને કચ્છના અન્ય પ્રવાસન સ્થળની જેમ કેમ વિકસાવી સકાય તે માટેના થઇ રહેલા કામો આસપાસ ઉભા થઇ રહેલા ઇન્ફ્રાસ્ટ્રકચરની તેઓએ માહિતી મેળવી હતી. અને સુચનો મુજબ સ્થાનીક તંત્રને તેના સુધારા માટે સુચનો પણ કર્યા હતા. જોકે મિડીયા સાથે વાત કરવાનું તેઓએ ટાળ્યું હતું. જોકે પુરાતત્વ વિભાગની પુર્વ અધિકારી અને ધોળાવીરા પર સંશોધન કરનાર અધિકારીએ જણાવ્યું હતું. સમજદારી પુર્વક ધોળાવીરાના ખોદકામ અને તેના વિકાસની જરૂર છે. તેના માટે કેન્દ્ર અને રાજ્ય સરકારને જરૂરી સુચનો તેઓ કરશે.

લખપતથી લઇ કચ્છના ધોળાવીરા સુધી હાલ પ્રવાસીઓ આવી રહ્યા છે. પરંતુ વિસ્તાર લાંબો હોવાથી આવા અનેક સ્થળો પ્રવાસીની મુલાકાતથી વંચીત રહી જાય છે . ત્યારે ધડુલી સાંતલપુર રોડના કાર્યની પ્રગતી નિહાળી મુખ્યમત્રીએ જરૂરી સુચનો સાથે પ્રવાસીઓને વધુમા વધુ સુવિદ્યા મળે તે માટેના પ્રયાસોની ખાતરી આપી હતી.

આ પણ વાંચો : Dang: ગુલાબી ઠંડી વચ્ચે ખીલી ઉઠે છે સાપુતારાનું સૌંદર્ય, રજાઓમાં સુર્યોદયનો નજારો માણવા પહોંચે છે સહેલાણીઓ

આ પણ વાંચો : Gandhinagar: વિધાનસભા ચૂંટણી પહેલા સરદાર પટેલ સેવા ગ્રુપ થયુ સક્રિય, કલોલથી ઊંઝા સુધીની રેલીનું કરાવ્યુ પ્રસ્થાન