Kutch: ભુજ નગરપાલિકાએ બાકી વેરા વસુલાત ઝુંબેશ સઘન કરી, બે મિલ્કતો સીલ કરી

|

Feb 22, 2022 | 11:47 PM

કચ્છમાં ભુજ  પાલિકા સહિતની વિવિધ કચેરીઓ બાકી રહેતા નાણાની પુરતી માટે કામ કરી છે જો કે 12 કરોડ સામે માંડ 9 કરોડ રૂપીયાની આવક કરનાર પાલિકાએ કડક વલણ અપનાવ્યુ છે. આજે મિલ્કત સીલ કરવા સાથે પાલિકાએ કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે.

Kutch: ભુજ નગરપાલિકાએ બાકી વેરા વસુલાત ઝુંબેશ સઘન કરી, બે મિલ્કતો સીલ કરી
Bhuj Nagarpalika Seal property

Follow us on

કચ્છની ભુજ નગરપાલિકાએ(Bhuj Nagarpalika)બાકી વેરા વસૂલાત(Un Paid Tax)માટે કડક હાથે કાર્યવાહી શરૂ કરી છે. જેમાં 12 કરોડના ટાર્ગેટ સામે સરકારની ટેક્ષ માફી અંગેની ગાઇડલાઇન અને કોરોના મહામારીમાં લોકોની ઉદાસીનતા વચ્ચે પાલિકાએ આજે ટેક્ષ ન ભરનાર મિલ્કતધારકો સામે કડક હાથ કામ લઇ મિલ્કત સીલ(Property Seal) કરી છે. જેમાં ભુજ પાલિકાએ શહેરમાં અત્યાર સુધી 22 પાણી-ગટરના જોડાણ કાપ્યા છે. તેમજ અનેક મિલ્કત ધારકોને નોટીસ પણ આપી છે. જો કે લાંબા સમયથી વિવિધ વેરાની ભરપાઇ ન કરનાર બે સ્થળો પર પાલિકાએ સીલ માર્યા છે. પાલિકાએ કુલ 5 મિલ્કતોને નોટીસ ફટકારી હતી. જેમાંથી બે મિલ્કતો મંગળવારે સીલ કરાઇ છે.

2 મિલ્કત ધારકના વેરા પેટે  લાખો રૂપિયા  બાકી

નાણાકીય વર્ષની પુર્ણાહુતી થવાને હવે થોડા સમય જ બાકી છે ત્યારે વિવિધ સરકારી કચેરીઓએ હાલ ટેક્ષની રકમ વસુલવા કડકાઇ શરૂ કરી છે. ભુજ પાલિકાએ પણ છેલ્લા એક મહિનામા 100થી વધુ કોમર્શીયલ બિલ્ડીગોને અત્યાર સુધી નોટીસ ફટકારી છે. જ્યારે મંગળવારે પાલિકાએ સુમલતા પ્રેમકુમાર બંસલ,નો ન્યુ સ્ટેશન રોડ પર આવેલ હોલ તથા હેમલતાબેન અતુલ મોડેસરા, પ્લોટ નં ૮૭ હોસ્પિટલ રોડ નામની મિલકત સીલ કરવામાં આવી હતી જેમાં બન્ને મિલ્કતોની 9 લાખથી વધુની ટેક્ષની રકમ બાકી છે. જે લાંબા સમયથી સુચનો પછી ભરાઇ નથી જેથી પાલિકાની ટીમે મંગળવારે સીલ કરી હતી.

રજાના દિવસોમા પણ પાલિકા વેરા વસુલવાનુ ખુલ્લુ રાખશે

પ્રમુખ ધનશ્યામ ઠક્કરે જણાવ્યુ છે. કે રજાના દિવસોમા પણ પાલિકા વેરા વસુલવાનુ ખુલ્લુ રાખશે તેથી પ્રોપટી લીસ્ટમાં નામ ચડાવવા સાથે બાકી દારો ઝડપથી વેરો ભરે તો પાલિકા હપ્તાથી પણ વેરા ધારકોને રાહત માટે તૈયાર હોવાનુ જણાવ્યુ હતુ.હાલ સમગ્ર કચ્છમાં ભુજ  પાલિકા સહિતની વિવિધ કચેરીઓ બાકી રહેતા નાણાની પુરતી માટે કામ કરી છે જો કે 12 કરોડ સામે માંડ 9 કરોડ રૂપીયાની આવક કરનાર પાલિકાએ કડક વલણ અપનાવ્યુ છે. આજે મિલ્કત સીલ કરવા સાથે પાલિકાએ કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ પણ વાંચો : Vadodara કોર્પોરેશને છાણીના વેરાન વિસ્તારમાં રોડ બનાવી દેવાતા વિવાદ છેડાયો

આ પણ વાંચો : Kutch : અદાણી ગ્રીન પાવર વિરુદ્ધ કિસાન સંઘનો મોરચો, ખેડૂતને માર મારવાની ઘટના વખોડી

 

Published On - 11:44 pm, Tue, 22 February 22

Next Article