Kutch: ગરમીમાં 12 થી 5 સુધી બહાર નિકળતા ધ્યાન રાખજો, 1000થી વધુ લોકોને ગરમીને કારણે 108 ની મદદ લેવી પડી

|

May 17, 2022 | 4:54 PM

ખાવડા અને નલિયા (Heat Wave in Kutch) વિસ્તારમાં આવા કેસોની સંખ્યા વધુ છે ત્યારે કામ કે અન્ય કોઇ કારણોસર લોકો ઘરની બહાર ન નિકળે તે હિતાવહ છે નહી તો ઘણા કિસ્સામાં દર્દીની હાલત ગંભીર પણ થઇ શકે છે.

Kutch: ગરમીમાં 12 થી 5 સુધી બહાર નિકળતા ધ્યાન રાખજો, 1000થી વધુ લોકોને ગરમીને કારણે 108 ની મદદ લેવી પડી
કચ્છમાં ગરમીનો પારો હજુ વધશે

Follow us on

હાલ સમગ્ર દેશમાં રેકર્ડ બ્રેક ગરમીથી જનજીવન પ્રભાવીત બન્યુ છે ત્યારે ગુજરાતમાં પણ છેલ્લા એક સપ્તાહથી ગરમીથી લોકો તોબા પોકારી ગયા છે. ગુજરાતના (Gujarat News) 5 થી વધુ શહેરોમાં રોજ 40 ડીગ્રી ઉપર તાપમાન નોંધાઇ રહ્યુ છે ત્યારે કચ્છમાં (Kutch News) પણ ગરમીની (Heatwave) અસર જનજીવન પર પડી છે. 108 ઇમરજન્સી સેવાના આંકડાઓ જોઇએ તો એપ્રીલ અને મે મહિનાના મધ્ય સુધીમાં 1000 થી વધુ લોકોને ગરમીની આડઅસરથી સારવાર માટે ખસેડવા પડ્યા છે.

જેમાં ચક્કર આવવા, માથુ દુખવુ, બી.પી ઘટી જવુ, ઝાડા થઇ જવા જેવી સમસ્યા થઇ છે. રાહતની વાત એ છે કે સીધા હીટ સ્ટોકથી ગંભીર સ્થિતીમાં કોઇને ખસેડવા નથી પડ્યા પરંતુ હજુ પણ જ્યારે ગરમી વધી રહી છે. ત્યારે નિષ્ણાંતો 12 થી 5 બિનજરૂરી ન નિકળવાની લોકોને સલાહ આપી રહ્યા છે. જો કે થોડા દિવસથી કચ્છમાં ગરમીથી આંશીક રાહત છે પરંતુ હજુ ગરમી વધવાની શક્યતા વચ્ચે લોકો સચેત રહે તે જરૂરી છે.

દોઢ મહિનામાં 1000થી પણ વધુને અસર

કચ્છમાં ભુજ, કડંલા અને રણ વિસ્તારમાં ગરમીનો પ્રકોપ વધુ જોવા મળી રહ્યો છે. ગઇકાલે પણ કચ્છના બે શહેરોમાં 40 ડીગ્રી ઉપર તાપમાન હતુ ત્યારે 108 ને ઇમરજન્સી માટે એપ્રીલ મહિનામાં આવેલા કુલ મદદના કોલમાં 729 કેસ ગરમીથી ઉભી થયેલી સમસ્યાના હતા જેને તાત્કાલીક સારવાર અને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં 108 એ મદદ કરી છે તો બીજી તરફ મે મહિનાના મધ્ય સુધીમાં 314 આવા કેસો સામે આવ્યા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

છેલ્લા દોઢ મહિનામાં 108 માં 6000 થી વધુ ઇમરજન્સી કોલ આવ્યા છે જેમાં 1000થી વધુ કેસ ગરમીથી ઉભી થયેલી સમસ્યાના છે. 108ના બલદેવ રબારીએ જણાવ્યુ હતુ કે ખાવડા અને નલિયા વિસ્તારમાં આવા કેસોની સંખ્યા વધુ છે ત્યારે કામ કે અન્ય કોઇ કારણોસર લોકો ઘરની બહાર ન નિકળે તે હિતાવહ છે, નહી તો ધણા કિસ્સામાં દર્દીની હાલત ગંભીર પણ થઇ શકે છે.

તો 108 સિવાય ભુજની મુખ્ય સરકારી હોસ્પિટલમાં પણ ઇમરજન્સી સારવાર વિભાગમાં આવા દૈનીક 4 જેટલા દર્દીઓ સરેરાશ આવી રહ્યા હોવાનુ અદાણી સંચાલીત હોસ્પિટલના ડો જંયતી સથવારાએ જણાવ્યુ હતુ જો કે અત્યાર સુધી નોંધાયેલા કેસોમાં કોઇ ગંભીર સ્થિતી કે સીધા હીટ સ્ટોકની અસર સાથે દાખલ થયા નથી પરંતુ નિષ્ણાંત તબીબોએ લોકોને બિનજરૂરી 12 થી 5 વચ્ચે ન નિકળવાની અપીલ સાથે ગરમીમાં આરોગ્ય વિભાગ તરફથી મળેલી સુચનાનુ પાલન કરવા જાહેરહીતમાં જણાવ્યુ છે.

Next Article