કચ્છમાં(Kutch) થયેલા ઓદ્યોગીક વિકાસ તથા બે મહત્વના પોર્ટ આવેલા હોવાથી ખાદ્ય સામ્રગી સાથે પેટ્રોલીયમ પેદાશોની અવરજવર કચ્છમાં ખુબ રહે છે. અને તેથીજ હાઇવે પર આવા માલ-સામાન લઇ જતી ટ્રકોમાંથી ચોરી(Theft) અને લુંટની ધટના એ સામાન્ય છે અને આવી અનેક ટોળકીઓ સક્રિય રીતે સમયંતારે આવા ગુન્હાઓને(Crime) અંજામ આપે છે અને પકડાઇ પણ જાય છે. આવીજ ધટના બે દિવસ પહેલા અંજાર નેશનલ હાઇવે પર બની હતી જેમાં ચોખા ભરેલી ટ્રકને લુંટી લેવાઇ હતી બનાવ સંદર્ભે પોલીસને જાણ કરતા જ અંજાર પોલીસે બનાવ સંદર્ભે તપાસ આરંભ હતી અને તપાસ કરતા લુંટમાં ગયેલ શંકાસ્પદ મુદ્દામાલ સાથે આરોપીઓ GIDC વિસ્તારમાં આવેલ નવકાર ઇન્ડ્રસ્ટ્રી પાર્કમાં આવેલ પ્લોટ નંબર-51 માં હોવાની બાતમી આધારે પોલીસે 4 શખ્સોનુ કુલ 6 લાખના ચોખા સહિત14.47 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
અંજાર પોલીસે કરેલી પ્રાથમીક તપાસમાં ઝડપાયેલા 4 આરોપીઓ પ્રકાશ સામત બરાડીયા,હિતેશ ઉર્ફે બાવો લીલાધર સુથાર,મદન કાનજી રાણા તથા શંકાર શામજી બોરીયા(આહીર) તથા તે બે સાગરીતોએ લુંટનો પ્લાન બનાવ્યો હતો. ઝડપાયેલા આરોપીની ટોળકી અગાઉથી જ પ્લાનીંગ કરી ટ્રકોની રેકી કરતા અને ત્યાર બાદ તકનો લાભ લઇ ટ્રકને ઉભી રખાવી લુંટ ચલાવતા હતા. ઝડપાયેલા 4 આરોપીઓ પૈકી મદન રાણા સામે અગાઉ પ્રોહીબિશનના ગુન્હા નોંધાયેલા છે અને અન્ય આરોપીઓ સામે પણ ગુન્હા નોંધાયા છે કે અન્ય કોઇ લુંટમા તેમની સંડોવણી છે. તેની તપાસ હાલ ચાલી રહી છે. જો કે અંજાર પી.આઇ એસ.એન.ગડ્ડુએ જણાવ્યુ હતુ કે ઇશાક હુસેન મીઢા તથા શબીર કકલની સંડોવણી ખુલી છે પરંતુ તેઓ ફરાર છે અને લુંટમાં તેઓ મુખ્ય સુત્રધાર હોવાનુ સામે આવ્યુ છે. તેની સાથે અન્ય કોઇની સંડોવણી છે કે નહી તેની તપાસ પણ પોલીસ કરશે
લુંટમાં સામેલ 4 શખ્સોની ધરપકડ સાથે પોલીસે 6 લાખના લુંટમાં ગયેલ ચોખા તથા એક કાર તથા ગાડીની જુની બિલ્ટી સહિતનો મુદ્દામાલ મળી આવ્યો છે. જેની કિંમત 14.47 લાખ થવા જાય છે. જો કે પોલીસ તપાસમા એ પણ સામે આવ્યુ છે. કે લુંટના ચોખા વહેંચવા સાથે ટ્રકની કેબીન સળગાવી આરોપીઓએ ટ્રકના ટુકડા કરી નાંખ્યા હતા અને તેને વહેંચવાનુ પણ કારસ્તાન હતુ. પરંતુ પોલીસના હાથે ઝડપાઇ ગયા પોલીસે ટ્રકના 10 ટાયરો મુદ્દામાલમા કબ્જે કર્યા છે
જેથી ટ્રકનો ભંગાર કોને વહેંચવાના હતા તથા ચોરાયેલા ચોખા કોને વહેંચવાના હતા તે તમામ દિશામા હાલ પોલીસ તપાસ કરી રહી છે.અંજારથી કચ્છના પ્રવેશદ્રાર એવા સુરજબારી સુધી આવા અનેક બનાવો ટ્રક તથા તેમાં રહેલા સામાનની લુંટના બની ચુક્યા છે. જો કે અંજાર પોલીસે ગણતરીના દિવસોમાંજ ટ્રક લુંટની ટોળકીના 4 સભ્યોને દબોચી મુખ્ય સુત્રધારને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે જેની તપાસમાં વધુ ગુન્હાના ભેદ ઉકેલાય તેવી પોલિસને આશા છે
આ પણ વાંચો : ગાંધીનગર કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓનું આંદોલન યથાવત, કાયમી કરવાની માગ