ગાંધીનગર કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓનું આંદોલન યથાવત, કાયમી કરવાની માગ

ગાંધીનગર કોર્પોરેશનના સફાઇ કર્મચારીઓ લડી લેવાના મુડમાં દેખાઇ રહ્યાં છે. છેલ્લા 66 દિવસથી કોર્પોરેશનના કર્મચારીઓનું આંદોલન યથાવત છે. પોતાને કાયમી કરવાની માંગ સાથે આઉટસોર્સિંગ સફાઈ કામદારો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે.

TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Mar 02, 2022 | 1:08 PM

ગાંધીનગર કોર્પોરેશનના સફાઇ કર્મચારીઓ લડી લેવાના મુડમાં દેખાઇ રહ્યાં છે. છેલ્લા 66 દિવસથી કોર્પોરેશનના (Corporation)કર્મચારીઓનું આંદોલન યથાવત છે. પોતાને કાયમી કરવાની માંગ સાથે આઉટસોર્સિંગ સફાઈ કામદારો (Sweepers)અચોક્કસ મુદતની હડતાળ (Strike)પર ઉતર્યા છે. જેમાં 400 જેટલા સફાઈ કર્મચારીઓ જોડાયા છે. કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલું રહેશે. બીજી તરફ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે આંદોલન પર બેસેલા કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને પારણા કરાવ્યા હતા. જગદીશ ઠાકોરે કહ્યું,રાજ્યની 158 નગરપાલિકામાં કોંગ્રેસ ઉપવાસ આંદોલન કરશે. અને ગરીબોના હક માટે કોંગ્રેસ લડતી રહેશે.

ગુજરાત સફાઇ કામદાર મંડળના આઉટસોર્સિંગ કામદારોની વિવિધ પ્રકારની માંગણીઓ સાથે છેલ્લા 64 દિવસથી ઉપવાસ આંદોલન ઉપર ગાંધીનગર ખાતે આઉટસોર્સિંગ વિભાગના કામદારો ઉતર્યા છે. તેમ છતાં પણ સરકાર દ્વારા તેમની માગણીઓ સંતોષવામાં આવતી નથી. જેને લઇને સુરેન્દ્રનગર જિલ્લાના ધારાસભ્યો ઋત્વિકભાઈ મકવાણા અને નવસાદભાઈ સોલંકી દ્વારા આ મામલે આઉટસોર્સિંગ કામદારોના હિતમાં ગાંધીનગર ખાતે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. હાલ તો આ મામલે કોંગ્રેસ દ્વારા સરકાર પર ઉગ્ર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.

 

આ પણ વાંચો : પોલેન્ડે ભારતીયોને વિઝા વગર પ્રવેશ આપવાની મંજુરી આપી ઋણ અદા કર્યુ, બીજા વિશ્વયુદ્ધમાં જામનગરના રાજવીએ આ રીતે કરી હતી પોલેન્ડની મદદ

આ પણ વાંચો : વિધાનસભા સત્રની શરૂઆત, રાજ્યપાલના ભાષણ દરમ્યાન જ કોંગ્રેસના ઉગ્ર દેખાવો, ગૃહમંત્રી રાજીનામુ આપે તેવા સૂત્રોચ્ચાર

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati