Kutch: જુણા ગામના 85 વર્ષના વૃધ્ધ સજા પૂર્ણ થયા બાદ પણ પાકિસ્તાની જેલમાં બંધ, પરિવારે તેમના મુક્તિ માટે કરી માગ

|

Mar 30, 2022 | 1:43 PM

કચ્છની બોર્ડર પર અગાઉ અનેક એવા બનાવો બન્યા છે જેમા બાળકો અને માનસિક અસ્વસ્થ વ્યક્તિઓ બોર્ડર ક્રોસ કરતા હોવાનું જણાતુ તો માનવીય વલણ સાથે તેને તાત્કાલીક મુક્ત કરી દેવાયા હોય. પરંતુ 80 વર્ષના હતા ત્યારે ગુમ થયેલા લતીફ સમા આજે 85 વર્ષે પણ પાકિસ્તાની જેલમાં સજા પૂર્ણ કરીને પણ કેદ છે,

Kutch: જુણા ગામના 85 વર્ષના વૃધ્ધ સજા પૂર્ણ થયા બાદ પણ પાકિસ્તાની જેલમાં બંધ, પરિવારે તેમના મુક્તિ માટે કરી માગ
Family demands release of Latif Sama from Pakistan jail

Follow us on

પાકિસ્તાની (Pakistan) જેલમાં બંધ અનેક ભારતીયોને સજા પછી પણ હજુ મુક્તિ મળી નથી. તો અનેક માછીમારો (Fisherman) હજુ પણ પાક જેલમાં બંધક છે. તેમને મુક્ત કરાવવા અંગે રાજ્યસભામાં પણ રજુઆત થઇ છે. કચ્છના એક વ્યક્તિ પણ રસ્તો ભટકતા 2018માં કચ્છ (Kutch) બોર્ડરથી પાકિસ્તાન પહોચી ગયા હતા અને તેમની ધરપકડ થઇ હતી. લતિફ સમાની સજા પૂર્ણ થયાના 3 વર્ષ થઇ ગયા છે. હજુ પણ તેમને મુક્તિ ન મળતા હવે પરિવારે સરકાર પાસે તેમની મુક્તિ માટે માગ કરી રહ્યા છે. 85 વર્ષીય વૃધ્ધ લતીફ સમાના પત્ની પતિ ગુમ થયા ત્યારથી બિમાર છે તો પરિવારની આંખો પણ લતીફ સમાના છુટકારાની રાહ જોઇ બેઠુ છે. જે અંગે પરિવારે દેશના વડાપ્રધાન અને વિદેશમંત્રીને પણ રજુઆત કરી છે.

શું છે સમગ્ર મામલો ?

17 ઓગસ્ટ 2018ના રોજ ખાવડા નજીકના બોર્ડરના ગામ જુણાના લતીફ સમા ગુમ થઇ ગયા હતા. પરિવારે આ અંગે શોધખોળ કરતા માલુમ પડ્યુ હતુ કે તેઓ બોર્ડર ક્રોસ કરી પાકિસ્તાન પહોચી ગયા છે. જે બાબતે સામાજીક આગેવાનોએ પત્ર વ્યવહાર પણ કર્યો હતો અને જાણવા મળ્યુ હતુ કે 2019માં કરાચી કોર્ટે તેને કેદની સજા ફટકારી હતી. જો કે આજે સજા પુર્ણ થઇ ગયાના 3 વર્ષે પણ તેને પાકિસ્તાને છોડ્યા નથી. 80 વર્ષના લતીફ સમાની પત્ની તેના ગયા બાદ પથારીવશ છે અને પુત્રો સહિત આખુ પરિવાર તેની મુક્તિ માટે રાહ જોઇ રહ્યુ છે. લતીફ સમા માનસિક અસ્વસ્થ હોવાનું પણ તેમના પરિવારજનો જણાવી રહ્યા છે. તેમના પરિવારજનો ઇદ પહેલા તેઓ ઘરે પરત ફરે તેવી આશા રાખી રહ્યા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કચ્છના સાંસદે પણ લખ્યો પત્ર

બોટ સહિત માછીમારી માટે ગયેલા અનેક ભારતીય માછીમારો હાલ પાકિસ્તાની જેલમા કેદ છે. સંમયાતરે પાકિસ્તાન ભારતના અને ભારતમાં કેદ એવા પાકિસ્તાનના આવા નાગરીકોને મુક્ત પણ કરે છે. પરંતુ લતીફ સમા કે જે ગુમ થયા ત્યારે 80 વર્ષના હતા છંતા તેને મુક્તિ મળી નથી. સામાજીક આગેવાન ફઝલ સમાએ જણાવ્યુ છે કે કચ્છના સાંસદ સહિત દેશના વડાપ્રાધન,ગૃહ વિભાગ અને વિદેશ મંત્રાલયને આ અંગે પત્ર વ્યવહાર કરાયો છે અને નિર્દોષ વૃધ્ધને મુક્ત કરવા માગ કરી છે. ત્યારે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પણ આ અંગે કેન્દ્રમાં વિવિધ વિભાગોમાં પત્ર વ્યવહાર કરી જુણા ગામના લતીફ સમાની ઝડપી મુક્તિ માટે કાર્યવાહી કરવા રજુઆત કરી હતી.

કચ્છની બોર્ડર પર અગાઉ અનેક એવા બનાવો બન્યા છે જેમા બાળકો અને માનસિક અસ્વસ્થ વ્યક્તિઓ બોર્ડર ક્રોસ કરતા હોવાનું જણાતુ તો માનવીય વલણ સાથે તેને તાત્કાલીક મુક્ત કરી દેવાયા હોય. પરંતુ 80 વર્ષના હતા ત્યારે ગુમ થયેલા લતીફ સમા આજે 85 વર્ષે પણ પાકિસ્તાની જેલમાં સજા પૂર્ણ કરીને પણ કેદ છે ત્યારે પરિવાર તેની રાહ જોઇ બેઠુ છે. અને સરકાર તાત્કાલીક કાર્યવાહી કરી લતીફ સમાની મુક્તિ માટેની કાર્યવાહી કરે તેવી માગ કરી રહ્યુ છે.

આ પણ વાંચો-

Ahmedabad: ઓઢવમાં પરિવારની હત્યાના કેસમાં ફરાર વિનોદને શોધવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી, સીસીટીવી અને કોલ ડીટેઇલ પરથી તપાસ શરુ

આ પણ વાંચો-

Jamnagar: મનપા દ્વારા લાખોના ખર્ચે સાધનો, વાહનો અને ટ્રીગાર્ડની ખરીદી, અત્યારે ઉપયોગ પહેલા જ ભંગાર હાલતમાં

Published On - 10:20 am, Wed, 30 March 22

Next Article