કચ્છમાં અદાણી પોર્ટસ મુન્દ્રાએ માત્ર 361 દિવસમાં 6.5 મિલિયન TEUs કન્ટેનર કાર્ગો હેન્ડલ કર્યો.અદાણી પોર્ટસ મુન્દ્રા દેશના સૌથી મહત્વપૂર્ણ બંદરોમાંનું એક છે. જે ભારતના સૌથી મોટી ખાનગી મલ્ટિ-પોર્ટ ઓપરેટર અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) દ્વારા સંચાલિત છે.અદાણી પોર્ટ્સ દ્રારા ભારતમાં કન્ટેનર કાર્ગો હેન્ડલિંગમાં અગ્રણી પોર્ટ તરીકે ઉભરી આવ્યું છે. આ તેની અદ્યતન સુવિધાઓ, કાર્યક્ષમ પ્રણાલી અને વ્યૂહાત્મક સ્થાનને કારણે દેશના વિકાસમાં બહોળો ફાળો રહ્યો છે.ચાલુ નાણાકીય વર્ષમાં અદાણી પોર્ટસ મુન્દ્રા એ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
જેમાં નાણાકીય વર્ષ 2022-2023 દરમિયાન, અદાણી પોર્ટસ મુન્દ્રાના રો-રો ટર્મિનલ પરથી 2,00,000 કાર ની નિકાસના સીમાચિન્હ ને સફળતાપૂર્વક પાર કર્યુ છે. અદાણીએ ગત વર્ષે 1,86,652 કાર એક્સપોર્ટના પોતાના જ રેકોર્ડ કરતા વધુ કામ નિકાસ કરી છે. આ માઈલસ્ટોન ઉત્તમ પોર્ટ અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રકચર, ઓટોમોબાઈલ સેક્ટરની સ્થિતિ સ્થાપકતા અને સફળ સપ્લાય ચેઈનનો પુરાવો છે.
અદાણી પોર્ટસની વિશિષ્ઠ RO-RO (રોલ ઇન–રોલ આઉટ) ફેસીલીટી થકી ભારતમાં ઉત્પાદિત કાર સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલીયા, બેલ્જિયમ, ફ્રાંસ, ઈજિપ્ત, ઈન્ડોનેશિયા, જાપાન,મોરેશિયસ તથા ગલ્ફના સહિત અનેક દેશોમાં નિકાસ થઈ રહી છે, જે ભારત માટે ગર્વની વાત છે. અદાણી પોર્ટસ મુન્દ્રા રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા તેની મહત્તમ નિકાસ કરવામાં અગ્રેસર છે. ઓટોમોબાઈલ ક્ષેત્ર વૈશ્વિક બજારમાં ભારતનું યોગદાન નોંધપાત્ર રહેનાર છે. જેમાં ઉત્તરો ઉત્તર વધતી નિકાસએ અદાણી પોર્ટસ મુન્દ્રા ઓટોમોબાઈલ નિકાસ માટે મુખ્ય હબ તરીકે ઊભરી રહ્યું છે.
આ અંગે અદાણી જૂથે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, આ સિદ્ધિ પોર્ટની કાર્યક્ષમતા અને મોટા જથ્થાના કાર્ગોને હેન્ડલ કરવાની તેની ક્ષમતાનો પુરાવો છે.મુન્દ્રા પોર્ટ આવનારા દિવસોમાં આવા બીજા ઘણા સીમાચિહ્નો હાંસલ કરવા માટે કટિબદ્ધ છે ભારતના અર્થતંત્રને વધુને વધુ મજબૂત બનાવાની ભૂમિકા ભજવશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…