કચ્છમાંથી રક્ત ચંદનની દાણચોરીના ઘટવાઓ વારંવાર બનતી રહી છે જેમાં ફરી એક વખત મુન્દ્રા પોર્ટ પરથી રક્ત ચંદન પકડાયું છે. DRIએ દરોડો પાડીને અંદાજીત અંદાજિત 5.85 કરોડની કિંમતનું 11.7 ટન રક્તચંદન પકડી પાડ્યું છે. રક્તચંદનનો આ જથ્થો નોએડાથી રેલ્વે માર્ગે મુંદ્રા સુધી લાવવામાં આવ્યો હતો.
ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા બુધવાર સાંજે મલેશિયા એક્સપોર્ટ થવા આવેલા એક કન્ટેનરને અટકાવીને તપાસ હાથ ધરાઈ હતી. આ કન્ટેનરમાં ટ્રેકટરના પાર્ટ્સનો જથ્થો હોવાનું ડિક્લેરેશન હતું, પરંતુ તેની જગ્યાએ કાંઈક બીજુ જ જતું હોવાની બાતમીના આધારે ડીઆરઆઈની ટીમે તપાસ હાથ ધરી હતી. ડીઆરઆઈ ડીઆરાઈ દ્વારા કંન્ટેનર ખોલીને ચેક કરતા અંદર રક્તચંદન હોવાનું બહાર આવ્યું હતું.
ડીઆરઆઈ દ્વારા જપ્ત કરાયેલ રક્ત ચંદનનું વજન કરતા તે 11.7 ટન જેટલો જથ્થો હોવાનું ખૂલ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજાર કિંમતો અનુસાર 5.85 કરોડ જેટલી કિંમત આ જથ્થાની થવા જાય છે, જેને સીઝ કરીને તપાસ હાથ ધરાઈ હતી. આ જથ્થો નોઇડથી આવ્યો હતો અને મલેશિયા માટે એક્સપોર્ટ થવાનો હતો, પરંતુ તેવું થાય તે પહેલાં જ ડીઆરઆઈએ તેને ઝડપી લીધો હતો. આ જથ્થો કોણે મોકલ્યો હતો તેની તપાસ હાથ ધરી છે.