વન રક્ષક (Forest guard) ની પરીક્ષામાં ગેરરિતી બાબતે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ (YuvrajSingh) એ પરીક્ષા વ્યવસ્થા પર સવાલો કર્યા હતા. ત્યાર બાદ શિક્ષણમંત્રી જીતુ વાધાણી (Jitu Waghani) એ તેમનું નામ લીધા વિના તેમના પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે ઘટનાના ત્રણ દિવસ બાદ તમે નિવેદન આપો છો તો અત્યાર સુધી શું તમે સાપ ગળી ગયા હતા. હવે આ મુદ્દે કરણી સેના (Karni Sena) યુવરાજસિંહના સમર્થનમાં આવી છે અને જીતુ વાઘાણીને તેમના શબ્દો પાછા ખેચવાનું કહી જો આમ ન થાય તો ચૂંટણી (election) માં તેમની સામે પડવાની ચીમકી ઉચ્ચારી છે.
કરણી સેનાના પ્રમુખ જે.પી. જાડેજાએ આજે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના સમર્થમાં નિવેદન આપતાં કહ્યું હતું કે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનું જે નિવેદન આવ્યું છે તે ખુબ જ દુખદ છે. સાપ ગળી ગયા હતા કે ઝેર પી ગયા હતા તેવા શબ્દો એક શિક્ષણમંત્રી બોલે તે નિંદનીય છે અને ક્યાંય ભ્રષ્ટાચાર થતો હોય ત્યાં એક ક્ષત્રિય યુવાન જ્યારે ભ્રષ્ટાચાર સામે લડતો હોય ત્યારે શિક્ષણમંત્રી જો આવું નિવેદન આપતા હોય તો મારે તમને કહેવાનું છે કે ભાઈ જીતુભાઈ આપના શબ્દોને હું વખોડી કાઢું છું. તમે તમારા શબ્દો પાછા ખેંચો. કારણે કે જ્યારે એક યુવાન ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા નીકળ્યો છે ત્યારે તમારે તેનું સન્માન કરવું જોઇએ. તમે પુરવાની વાત કરો છો, પણ તે તો ફરિયાદ કરે છે. પુરાવા તમારે આપવાના હોય. સરકારના અધિકારીઓને આપવાના હોય. જો તમે તમારું નિવેદન પાછું નહીં ખેંચો તો તેનું પરિણામ આવનારી ચૂંટણીમાં ભોગવવું પડશે.
ઉલ્લેખનીય છે કે જીતુ વાઘાણીએ રાજકોટમાં પેપરના કવરનું સીલ તુટેલું હોવા મુદ્દે યુવરાજસિંહે સવાલો ઊભા કર્યા હતા ત્યાર બાદ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમેણે નામ લીધા વિના કહ્યું હતું કે અત્યારે વિદ્યાર્થીઓનું માનસ બગાડવા માટે એક ફેશન શરૂ થઈ છે. અમુક લોકો આ માટે છેલ્લા કેટલાક સમયથી નીકળી પડ્યા છે. આ લોકો ઘટનાના ત્રણ દિવસ બાદ કવરના સીલ સામે સવાલ કરી રહ્યા છે. અત્યાર સુધી તે શું સાપ ગળી ગયા હતા કે શું ઝેર પી ગયા હતા કે શછુંદર ગળી ગયા હતા?
આ પણ વાંચોઃ ઇન્દ્રનીલ રાજ્યગુરૂ AAPમાં જોડાય તેવી શક્યતા, ઇટાલિયાએ કહ્યું સારા માણસોનું સ્વાગત છે
Published On - 1:42 pm, Thu, 31 March 22