એક સપ્તાહ રાજ્ય ઠંડુગાર રહ્યા બાદ આજથી ઠંડીમાં ઘટાડો. ઠુઠવાતા રાજ્યવાસીઓને (COLD) ઠંડીમાંથી મળી રાહત. જોકે 21 અને 22 જાન્યુઆરીએ કચ્છમાં (kutch) વરસાદની (rain) આગાહી. છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં જાણે બર્ફીલો માહોલ સર્જાયો હોય તેવી કડકડતી ઠંડી પડી રહી હતી. જેના કારણે આ વર્ષે લોકોને શિયાળાની ખરેખર અનુભૂતિ થઈ હતી. જે ઠંડીના કારણે રાજ્ય વાસીઓ ઠુઠવાયા હતા. ત્યારે હવે આ ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. કેમ કે ઠંડીના પારામાં વધારો થતાં ઠંડીનું જોર ઘટ્યું છે.
હવામાન વિભાગે (Meteorological Department)ગત પાંચ દિવસ પહેલા આગાહી કરી હતી કે રાજ્યમાં પાંચ દિવસ ઠંડી સાથે પવન રહેશે. જે ઉત્તરાયણ પર્વ પર અને તેના પહેલા માહોલ જોવા મળ્યો. બાદમાં વાસી ઉતરાયણે ઠંડી ઓછી પડી બાદમાં એક દિવસ એટલે કે રવિવારે ઠંડીનો સામાન્ય ચમકારો રહ્યો અને સોમવારથી એટલે કે આજથી ઠંડીનું જોર ઘટ્યું છે.
જોકે સાથે જ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 21 અને 22 જાન્યુઆરીએ કચ્છ તરફ વરસાદી માહોલ રહેશે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા વરસાદી માહોલ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
તાજેતરમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે કે પહેલા ઉત્તર પૂર્વના કાતિલ ઠંડા પવનના કારણે ઠંડી રહી હતી. જે પવનની દિશા બદલાઈને હવે ઉતરથી ઉત્તર પૂર્વના પવન શરૂ થતાં ઠંડીના પારામાં વધારો થયો છે. જેના કારણે ઠંડીનું જોર ઘટ્યું છે. તો સાથે જ આગામી 3 દિવસ તાપમાનમાં 3 ડીગ્રી જેટલો વધારો થતા ઠંડીમાં ઘટાડો થવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. જેનાથી ઠંડીમાં ઠુઠવાતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. સાથે જ 3 દિવસ બાદ ઠંડી માં ઘટાડો નોંધવાની આગાહીની સાથે પવનની ગતિ રહેવાના કારણે લોકોને ઠંડીની અનુભૂતિ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.
મહત્વનું છે કે છેલ્લા 10 દિવસમાં ઠંડીના ચમકારમાં અમદાવાદ સહિત અનેક શહેરના તાપમાન 9 ડીગ્રી આસપાસ પહોંચ્યું. જેણે છેલ્લા પાછલા કેટલાક વર્ષનો રેકોર્ડ પણ તોડ્યો છે. તો નલિયા માં 5 ડીગ્રી આસપાસ તાપમાન નોંધાયું. અને તેમાં પણ રાત્રી દરમિયાન લોકોને છેલ્લા 10 દિવસમાં ઠંડીના ખરેખરના ચમકારાનો અનુભવ થયો. કે જાણે તેઓ કોઈ બર્ફીલા પ્રદેશમાં રહેતા હોય. ત્યારે હવે તાપમાન માં વધારો થતાં રાજ્યવાસીઓને ઠંડી માંથી હવે આંશિક રાહત મળશે.
આ પણ વાંચો : Gandhinagar : જાણીતા ગાયક વિજય સુવાળા ભાજપમાં જોડાયા, કમલમ ખાતે કેસરિયો ખેસ ધારણ કર્યો
આ પણ વાંચો : નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પોષી પૂનમની ઉજવણી, બોર અર્પણ કરવા ભાવિકો ઉમટયાં
Published On - 1:49 pm, Mon, 17 January 22