કચ્છ સરહદ પર જવાનો સાથે દિવાળીની ઉજવણી દરમ્યાન સીએમ પટેલે કહી આ વાત

સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું કે અમારા શાસન દરમ્યાન લોકોને સુખ શાંતિ મળે અને સરકારની દરેક યોજના છેવાડાના માનવી સુધી પહોંચે તેવી સેવા કરવા માટે અમે તત્પર છે.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Nov 03, 2021 | 8:50 PM

ગુજરાતના(Gujarat)  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) કચ્છ – ધોરડો જવાનો(Jawan) સાથે દિવાળીની (Diwali) ઉજવણી કરવા પહોચ્યા છે. આ પ્રસંગે સંબોધન કરતાં સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે જવાનોમાંથી પ્રેરણા લઈને જવાની વાત હોય તો અમે પણ જે રીતે બોર્ડર પર રહીને સૈનિકો લોકોની સુરક્ષા અને ખુશહાલી માટે કાર્યરત છે . જે પ્રજા સેવા કરે છે તે નિષ્ઠાથી અમે કામગીરી કરવા તત્પર છીએ.

તેમજ સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું કે અમારા શાસન દરમ્યાન લોકોને સુખ શાંતિ મળે અને સરકારની દરેક યોજના છેવાડાના માનવી સુધી પહોંચે તેવી સેવા કરવા માટે અમે તત્પર છે. પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે હંમેશા કુટુંબ ભાવનાથી કામ કરવાની પ્રેરણા આપી છે. અમારું કુટુંબ બોર્ડર પર હોય અને ક્યારે મળવાનો સમય મળે છે તે વિચારતા હોય છે. તેથી દિવાળીનો પ્રસંગ આપની વચ્ચે ઉજવીએ.

ભારતની સુરક્ષા માટે સદાય તૈનાત એવા સૈનિકો તેમજ તેમના પરિવારોને વંદન કરતા તેમણે લોકો સુરક્ષિત અને નિશ્રિંત બનીને જીવન જીવી શકે છે તે માટે સૈન્યનો અભિનંદન સહ આભાર વ્યકત કર્યો હતો.

આ ઉપરાંત કચ્છમાં રણ ઉત્સવ બાદ તેનું પ્રવાસન ક્ષેત્રે મહત્વ વધ્યું છે. તેમજ લોકોને રોજગારીની તકો પણ સાંપડી છે. કચ્છ આજે પ્રવાસન તરીકે ખ્યાતિ પામ્યું છે. સરકારે તેને હજુ પણ વિકસિત કરવા માંગે છે.

 

આ પણ વાંચો : અમદાવાદમાં મોજશોખ માટે નકલી અધિકારી બની ખંડણી ઉઘરાવતા બે યુવાનો ઝડપાયા

આ પણ વાંચો :  નવા વર્ષે મોંધી થશે મુસાફરી, અમદાવાદ થી મહારાષ્ટ્રના અનેક સ્થળો માટે જવા માટે ચૂકવવું પડશે વધુ ભાડું

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati