Kutch : લોકગાયિકા Geeta Rabari એ ઘરે વેકસિન લેતા વિવાદ સર્જાયો, કચ્છના DDOએ તપાસના આપ્યા આદેશ

Kutch : દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે કોરોના (Kutch) સંક્રમણથી બચવા અભિનેતા-અભિનેત્રી સહિત લોકો પણ રસી (Vaccine) લઈ રહ્યા છે. ત્યારે આજે કચ્છની કોયલ કહેવાતી ગીતા રબારી ( Geeta Rabari )એ પણ વેક્સિન લીધી હતી, પરંતુ લોકગાયિકાના ઘરે વેક્સિન આપવાથી વિવાદ સામે આવ્યો છે.

Nirupa Duva
| Edited By: | Updated on: Jun 13, 2021 | 6:26 PM

Kutch : દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે કોરોના (Kutch) સંક્રમણથી બચવા અભિનેતા-અભિનેત્રી સહિત લોકો પણ રસી (Vaccine) લઈ રહ્યા છે. ત્યારે આજે કચ્છની કોયલ કહેવાતી ગીતા રબારી (Geeta Rabari)ને ઘરે વેક્સિન આપવાથી વિવાદ સામે આવ્યો છે.

દેશ વિદેશમાં પ્રસિદ્ધ અને લોક ગાયિકા (folk singer)ને ઘરે જઈ રસી આપતા વિવાદ સર્જાયો હતો.જેને લઈ કચ્છના DDOએ આરોગ્ય કર્મચારીને ખુલાસો માગતી નોટિસ પણ ફટકારી છે. નોટીસમાં આરોગ્ય કર્મચારીએ ઘરે જઈને રસી કેમ આપી તે અંગે પણ ખુલાસો માગવામાં આવ્યો છે.

લોકોને કોરોના સામે રક્ષણ આપતી રસી લેવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે પણ પરેશાન થઈ રહ્યા છે. વેક્સિન સેન્ટર પણ ઘક્કા ખાઈ પરેશાન થયા છે. તો બીજી બાજુ લોક ગાયિકાને ઘરે જઈ રસી (Vaccine)આપવામાં આવતા વિવાદ સર્જાયો છે.કચ્છના DDOએ આરોગ્ય કર્મચારીને ખુલાસો માગતી નોટિસ પણ ફટકારી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">