Breaking News : કચ્છના ભુજના આકાશમાં દેખાઈ રહસ્યમય રોશની, લોકોમાં ભારે કૂતુહલ, જુઓ Video

| Updated on: Mar 07, 2026 | 12:05 PM

કચ્છના ભુજમાં રાત્રે આકાશમાં અચાનક દેખાયેલી રહસ્યમયી લાઈટોએ લોકોને ચકિત કરી દીધા છે, જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ ઘટના અંગે અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.

કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં 6 માર્ચના મોડી રાત્રે આકાશમાં દેખાયેલી રહસ્યમયી રોશની જોવા મળી હતી. એક સાથે બહુ બધી રોશની જોઇને લોકોમાં ભારે કૂતુહલ સર્જાયું હતું. અચાનક આકાશમાં તેજસ્વી લાઈટો દેખાતા અનેક લોકો ચકિત થઈ ગયા હતા અને આ રોશની શેની હશે તેને લઈને શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

મળતી માહિતી મુજબ ભુજના આકાશમાં થોડા સમય માટે અજાણી લાઈટો દેખાઈ હતી. આ લાઈટો થોડા સમય સુધી આકાશમાં નજરે પડી અને ત્યારબાદ અચાનક ગાયબ થઈ ગઈ હતી. જેના કારણે લોકોમાં આ લાઈટો શું હતી તે અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે.

ઘટનાના કેટલાક વીડિયો સ્થાનિક લોકોએ પોતાના મોબાઇલમાં કેદ કરી સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ વીડિયો ઝડપથી વાયરલ થતા આકાશમાં દેખાયેલી આ લાઈટોને લઈને વધુ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી.

હાલ આ લાઈટો ખગોળીય ઘટના હતી કે પછી કોઈ અન્ય ટેક્નોલોજી અથવા ઉડતી વસ્તુ હતી તેને લઈને લોકો વચ્ચે તર્ક વિતર્ક ચાલી રહ્યો છે. જોકે આ ઘટના અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો