Kutch: ભૂજ નગરપાલિકા વેરો વસુલવા પાલિકાની કડકાઇ, અત્યાર સુધીમાં 2200 એકમોને નોટિસ ફટકારી, 10ના કનેકશન કાપ્યા

|

Jan 30, 2022 | 9:52 AM

પાલિકાએ આ પહેલા પણ વેરા વસુલાત ઝુંબેશ સાથે લોકોને જાગૃત કરવા માટે અનેક પ્રયાસો હાથ ધર્યા હતા અને આ સંદેશ સાથે પતંગો પર પણ જાગૃતિ ફેલાવી હતી. પરંતુ લોકો ચાલુ વર્ષે વેરો ભરવામાં નિરૂત્સાહી હોય તેવુ જણાઇ રહ્યુ છે.

Kutch: ભૂજ નગરપાલિકા વેરો વસુલવા પાલિકાની કડકાઇ, અત્યાર સુધીમાં 2200 એકમોને નોટિસ ફટકારી, 10ના કનેકશન કાપ્યા
Bhuj corporation takes action against tax evaders

Follow us on

કચ્છ જિલ્લાના ભૂજ (Bhuj)માં વેરા વસુલાત મામલે નગરપાલિકાએ કડકાઈ શરુ કરી છે. વેરો (tax) ન ભરનારાઓ સામે ભૂજ પાલિકાએ લાલ આંખ કરી છે. અત્યાર સુધીમાં કડક કાર્યવાહી કરીને ભૂજ પાલિકાએ 2200 એકમોને નોટિસ ફટકારી છે તો 10 રહેણાંક મકાનોમાં તો ગટર જોડાણ કનેક્શન જ કાપી નાખ્યા છે. ભુજ નગરપાલિકાની તિજોરીમાં ગત વર્ષ કરતા આ વર્ષે ઓછી આવક થઈ હોય તેવુ જણાઈ રહ્યુ છે. ગત વર્ષે ભૂજ પાલિકા દ્વારા 20 કરોડથી વધુની આવક વેરાની રકમ એકઠી થઈ હતી. જ્યારે ચાલુ વર્ષે માંડ 8-9 કરોડ રૂપિયા સુધીની આવક વેરા મારફતે પાલિકાને થઈ છે. જેના કારણે ભૂજ શહેરમાં મોટા પ્રોપર્ટી ધારકો પાસેથી કડક વસુલાત સાથે પાલિકાએ લોકોને સમયસર વેરો ભરવા અપીલ કરી છે.

પાલિકાની વેરા વસુલાત ઝુંબેશ

ભૂજ પાલિકાને ગત વર્ષ કરતા આ વર્ષે વેરાની રકમની ઓછી આવક મળવાનો અંદેશો છે. ગત વર્ષ કરતા અડધાથી પણ ઓછી રકમ આ વર્ષે ભૂજ પાલિકાને મળી છે. જેના પગલે હવે ભૂજ પાલિકાએ વેરા વસુલાત માટે કડકાઇ શરુ કરવી પડી છે. ભૂજ પાલિકાએ ભૂજ શહેરમાં વેરો ન ભરનારા 10 રહેણાંક મકાનોમાં ગટર જોડાણ કાપી નાંખ્યા છે તો બીજી તરફ 2200 લોકોને 133 નિયમ હેઠળ નોટિસ આપી ઝડપી વેરો ભરવા તાકીદ કરી છે, 101 કોર્મશીયલ પ્રર્પોટી ધારકો માટે જપ્તીના ઓર્ડર કાઢવા પણ પાલિકાએ તૈયારી દર્શાવી છે.

લોકોને જાગૃત કરવા પ્રયાસો હાથ ધર્યા

પાલિકાએ આ પહેલા પણ વેરા વસુલાત ઝુંબેશ સાથે લોકોને જાગૃત કરવા માટે અનેક પ્રયાસો હાથ ધર્યા હતા અને આ સંદેશ સાથે પતંગો પર પણ જાગૃતિ ફેલાવી હતી. પરંતુ લોકો ચાલુ વર્ષે વેરો ભરવામાં નિરૂત્સાહી હોય તેવુ જણાઇ રહ્યુ છે. જો કે પાલિકા પ્રમુખે અપીલ કરી છે કે સરકારી ગાઈડલાઈન મુજબ નિયત કરેલા વેરા વસુલાત નહીં થાય તો શહેરમાં વિકાસ માટે મળતી સરકારી ગ્રાન્ટમાં કપાત થશે. સાથે સરકારે સિનેમાઘર, રેસ્ટોરેન્ટ, હોટલ ગેસ્ટહાઉસ સંચાલકો માટે જો ગત વર્ષે વેરા ભરપાઈ કર્યા હશે તો ચાલુ વર્ષે વેરામા માફી પણ આપવામાં આવશે તેમ જણાવ્યુ હતુ.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

ભુજ પાલિકાના પ્રમુખે વધુમાં જણાવ્યુ કે શહેરના ચોક્કસ વિસ્તારોમાં વેરા ભરવામા લોકો ઘણા ઉદાસીન છે, તેવામાં જો નિયમિત વેરા નહીં ભરવામાં આવે તો આગામી સમયમાં વેરા વસુલાતની કામગીરી વધુ કડક બનાવવામાં આવશે.

આ પણ વાંચો- Ahmedabad: શહેરમાં માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં ઘટાડો, 21 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા

આ પણ વાંચો- Narmada: બોગસ ડિગ્રી કૌભાંડમાં વધુ બે આરોપીની ધરપકડ, કેસની તપાસ માટે SITની રચના કરાઇ

Next Article