
જૂનાગઢના મુખ્ય વન સંરક્ષકએ ટ્વિટર પર તસવીર શેર કરી અને લખ્યું, “ભાદરવી પૂનમના પેટ્રોલિંગ દરમિયાન દરિયાકાંઠા વિસ્તારમાં સિંહ દેખાયો.” બાદમાં, ભારતીય વન સેવા અધિકારી પરવીન કાસવાને પણ મંત્રમુગ્ધ કરતી તસવીર શેર કરી અને લખ્યું, ”When #Narnia looks real. ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રની ભરતીનો આનંદ માણતા સિંહ રાજાને કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો.
અન્ય એક પોસ્ટમાં તેણે એશિયાટિક સિંહો પર એક સંશોધન પેપર પણ શેર કર્યું અને લખ્યું, “રસ ધરાવતા લોકો એશિયાટિક સિંહો પર આ પેપર પણ વાંચી શકે છે. અભ્યાસમાં જણાવાયું છે કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં કેન્દ્રિત એશિયાટીક સિંહો હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુને વધુ જોવા મળી રહ્યા છે.
”તેમની શ્રેણીમાં સિંહો વિવિધ પ્રકારના વસવાટ માટે જાણીતા છે. છૂટાછવાયા સિંહો દ્વારા કબજે કરાયેલ સૌથી મહત્વપૂર્ણ નિવાસસ્થાન દરિયાકાંઠાના રહેઠાણો છે. સુત્રાપાડાના દરિયાકાંઠાના વસવાટમાં સિંહોનો પ્રથમ રેકોર્ડ 1990 ના દાયકાના મધ્યમાં હતો અને ત્યારથી, ચાર જિલ્લાઓમાં ફેલાયેલા દરિયાકાંઠાના વિસ્તારોમાં સિંહોની સતત હાજરી જોવા મળી રહી છે,” જે અભ્યાસ માં બહાર આવ્યું છે.
પ્રાણીપ્રેમીઓને આ તસવીર ખૂબ પસંદ આવી હતી જેને જોઈ તેઓ દંગ રહી ગયા હતા. તસવીર પર પ્રતિક્રિયા આપતાં એક યુઝરે લખ્યું, ગુજરાતના દરિયા કિનારે સિંહ રાજાની શાંતિ. આ સુંદરતા માટે CCF, જૂનાગઢનો આભાર!”
આ પણ વાંચો : Junagadh: દત્તાત્રેય શિખર પર વિવાદ, જૈન સંઘના લોકોએ હોબાળો કર્યાનો આરોપ, જુઓ Video
બીજાએ કમેન્ટ્સ કરી, કયું “ગુજરાતના સિંહ પ્રતીક ની અમે પ્રશંસા કરીએ છીએ. અન્ય એક વ્યક્તિએ કહ્યું “આ ભવ્ય સિંહોને એમપી કુનો નેશનલ પાર્કમાં ખસેડવા જોઈએ.” આ એક ખૂબ જ જરૂરી પગલું છે. , કારણ કે આ જંગલના છેલ્લા ઊભા રહેલા સિંહ રાજાને રાખવા અને તેમનું સૌરક્ષણ માટે પૂરતી વ્યવસ્થા છે.”
Published On - 11:19 pm, Sun, 1 October 23