જુનાગઢના શ્રીધામ ગુરુકુળના વિજયપ્રકાશ સ્વામીને કેટલાક લોકોએ માર્યો માર, વ્યભિચારનો લગાવ્યો આરોપ- Video

|

May 31, 2024 | 1:52 PM

જુનાગઢમાં શ્રીધામ ગુરુકુળના સ્વામીનો વિવાદ સામે આવ્યો છે. સ્વામીને માર મારતો વીડિયો સામે આવ્યો છે. ધોરાજીના ઝાલનસર ગામે હુમલાખોરોએ સ્વામીને મેથીપાક આપ્યાનો દાવો કર્યો છે. સ્વામી વિજયપ્રકાશ પર હુમલાખોરોએ વ્યભીચારનો આરોપ લગાવ્યો છે.

જુનાગઢમાં વધુ એક સ્વામી વિવાદમાં આવ્યા છે. શ્રીધામ ગુરુકુળના સ્વામીને માર મારતો વીડિયો વાયરલ થયો છે. સુરતના જમીન કૌભાંડ મામલે સ્વામીની કેટલાક લોકોએ મારપીટ કરી કર્યાનુ પ્રાથમિક કારણ સામે આવ્યુ છે. હુમલાખોરોએ સ્વામી વિજયપ્રકાશ પર વ્યભિચારનો આરોપ લગાવ્યો છે. સ્વામીએ હુમલાખોરોના આરોપ ફગાવતા કહ્યુ મને ખોટી રીતે માર મારવામાં આવ્યો છે. જસ્મીન માઢક, જય મોલીયા અને પ્રકાશ વાઘ નામના શખ્સોએ તેમને માર માર્યો હોવાનું જણાવ્યુ છે.

શ્રીધામ ગુરુકુળના ટ્રસ્ટી છે વિજયપ્રકાશ દાસ સ્વામી

સ્વામી સામે વ્યભિચારના આક્ષેપ થતા ફરી અકવાર ભગવો લજવાયો છે અને આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. સ્વામી કથાકાર અને શ્રીધામ ગુરુકુળના ટ્રસ્ટી છે અને સંસ્થા પણ ચલાવે છે. થોડા દિવસ પહેલા સુરતમાં જે કે સ્વામી ઉપર જમીન કૌભાંડ મામલે ફરિયાદ દાખલ થઈ છે. જે. કે. સ્વામી પણ જુનાગઢના છે અને તેમનો સાસણગીર ખાતે આશ્રમ આવેલો છે. આ બંને જે. કે. સ્વામી અને વિજયપ્રકાશદાસ સ્વામી બંને મિત્રો હતા.

સુરતના જમીન કૌભાંડ મામલે વિજય પ્રકાશ દાસ સ્વામીએ જણાવ્યુ હતુ કે તેમા મારો કોઈ હાથ નથી. અજાણ્યા લોકોએ મારી સાથે મારકૂટ કરી છે અને મને જે માર મારવામાં આવ્યો છે તે બાબતે પણ તેના અનુયાયીને બોલાવીને આ બાબતે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો

જમીન કૌભાંડના તાર જુનાગઢના સ્વામી સુધી પહોંચ્યા

જે રીતે જે કે સ્વામીએ વર્ષ 2015, 2016માં સુરતમાં કરોડોની જમીનનું કૌભાંડ કર્યુ હતુ, જેમા એક તબીબ પાસેથી જમીનના પૈસા લેવાયા હતા. આ મામલે થોડા દિવસ પહેલા જ સુરતમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ફરિયાદ બાદ જે કે સ્વામી હાલ ફરાર છે. આ સમગ્ર મામલે જમીન કૌભાંડ મામલે શ્રીધામ ગુરુકુળના વિજયપ્રકાશ દાસ સ્વામી સાથે મારપીટ કરાઈ હોવાનું સ્વામીનું જણાવવુ છે. જો કે ક્યા કારણોસર સ્વામીને માર મારવામાં આવ્યો તો પોલીસ તપાસમાં સામે આવ્યુ છે.

Input Credit- Vijaysinh Parmar- Jungadh

આ પણ વાંચો: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ચોમાસાને લઈને વધુ એક આગાહી, ચોમાસા પહેલા રાજ્યમાં વાવાઝોડાનો ખતરો- Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article