માલધારીઓની સમસ્યા અંગે સરકાર કરશે ગંભીરતાથી વિચાર, કેન્દ્રીય વન અને પર્યાવરણ પ્રધાને માલધારીઓને આપી ખાતરી

|

May 24, 2022 | 5:13 PM

ગીર જંગલમાં રહેતા માલધારીઓની સમસ્યા અંગે સરકાર ગંભીરતાથી વિચાર કરશે. સાસણની મુલાકાતે આવેલા કેન્દ્રીય વન અને પર્યાવરણ પ્રધાને માલધારીઓને આ ખાતરી આપી છે.

માલધારીઓની સમસ્યા અંગે સરકાર કરશે ગંભીરતાથી વિચાર, કેન્દ્રીય વન અને પર્યાવરણ પ્રધાને માલધારીઓને આપી ખાતરી
Bhupender Yadav Union Cabinet Minister for Environment, Forest & Climate Change

Follow us on

Junagadh: ગીર જંગલમાં રહેતા માલધારીઓની સમસ્યા અંગે સરકાર કરશે ગંભીરતાથી વિચાર. સાસણની (sasan gir) મુલાકાતે આવેલા કેન્દ્રીય વન અને પર્યાવરણ પ્રધાને માલધારીઓને આ ખાતરી આપી છે. કેન્દ્રીય વન પ્રધાન ભૂપેન્દ્ર યાદવની (Bhupender Yadav) મુલાકાત સમયે માલધારી સમાજના લોકોએ અન્ય મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. અને તેમની સમસ્યા અંગે રજૂઆત કરી હતી. માલધારીઓનું કહેવું છે કે, તેઓ જંગલ છોડી રેવન્યુ વિસ્તારમાં રહેવા માટે માંગણી કરી રહ્યા છે. જેથી સરકાર માલધારી સમાજના માલ, ઢોર અને બાળકો માટે જમીન ફાળવણી કરે તેવી માંગણી કરી છે. મહત્વનું છે કે, માલધારીની વિવિધ સમસ્યાને લઇ સાંસદ પરિમલ નથવાણીએ પણ ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું કે માલધારીઓની સમસ્યા અંગે ચર્ચા કરી સરકારમાં રજૂઆત કરવામાં આવશે.

જૂનાગઢમાં દેશની પ્રથમ હ્યુમન લાઇબ્રેરી શરૂ થઈ

દેશની પ્રથમ સરકારી હ્યુમન લાઇબ્રેરી જૂનાગઢ જિલ્લાની કલેક્ટર ઓફિસ ખાતે ખુલ્લી મૂકવામાં આવી છે. આ લાઇબ્રેરી કર્મચારીઓને માનસિક તાણ દૂર કરવા માટે મદદરૂપ બનશે તેવો વિશ્વાસ જિલ્લા કલેકટર રચિત રાજે વ્યક્ત કર્યો હતો. આ માટે તેને વ્યક્તિ ઇસ્યુ કરવામાં આવશે જે તેની સાથે બેસીને વાતો કરશે. વર્તમાન સમયમાં કર્મચારીઓ કે જે સીધી રીતે અરજદારો સાથે જોડાયેલા છે તે માનસિક તાણમાંથી દૂર થાય અને પોતાના જીવનના સારા ખરાબ પ્રસંગો એક બીજા સાથે આપ લે કરીને માનસિક તાણ દૂર કરી શકે તે માટેની વ્યવસ્થા ઉભી કરાઈ છે. કર્મચારીઓ પોતાના જીવનના અનુભવો અહીં પોતાના સહકર્મચારીઓ સાથે શેર કરવાથી કર્મચારીની માનસિક સ્થિતિમાં સુધારો થશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

તમે જોયું હશે કે, લાઈબ્રેરીમાં પુસ્તકો ઈશ્યુ થાય છે અને લોકો તે પુસ્તકોને વાંચે છે પરંતુ જૂનાગઢની આ લાઈબ્રેરીમાં બોલવા માટે માણસ ઈશ્યુ કરી શકાય છે. આ માણસ સાથે તમે પોતાના સુખ દુ:ખની વાતો, વિચારો, અનુભવો વગેરે બધુ જ શેર રી શકો છો. તેની સાથે બેસીને તમે મોકળાશથી વાત કરી શકશો.

Published On - 5:13 pm, Tue, 24 May 22

Next Article