જૂનાગઢ (Junagadh) જિલ્લાના માંગરોળ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. રજીસ્ટર્ડ કોન્ટ્રાક્ટર્સ પાસેથી ઓનલાઇન ટેન્ડર મગાવવામાં આવ્યા છે. માંગરોળ નગરપાલિકા વિસ્તારમાં કોમ્યુનિટી હોલના બાંધકામ અને ફાયર સેફ્ટીના કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.
આ ટેન્ડરની અંદાજીત રકમ 1,75,96534 રુપિયા છે. તો ઇએમડીની રકમ 1,75,965 રુપિયા છે. ટેન્ડરની ફી 3600 રુપિયા છે. ઇએમડી તથા ડોક્યુમેન્ટ ફી ચીફ ઓફિસર માંગરોળ નગરપાલિકા તરફેણમાં ભરવાની રહેશે. આ કામના ટેન્ડર ડોક્યુમેન્ટ તથા ટેન્ડરને લગતી વધુ માહિતી માટે http://www.nagarpalika.nprocure.com પર લોગ ઓન કરવુ અથવા માંગરોળ નગરપાલિકાની બાંધકામ શાખાનો સંપર્ક કરવો. ભરેલા ટેન્ડર ઇલેક્ટ્રોનીક ફોર્મેટમાં વેબસાઇટ www.nagarpalikanprocure.com પર ડીજીટલ સહી સાથે ઓનલાઇન સબમીટ કરવાના રહેશે.
29 મે 2023થી ટેન્ડર ઓનલાઇન જોઇ શકાશે.ઓનલાઇન ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 3 જૂન 2023 છે.ફીઝકલ ડોક્યુમેન્ટ સબમીટ કરવાની છેલ્લી તારીખ 9 જૂન 2023 છે.
ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 11:49 am, Thu, 18 May 23