Junagadh : જેતપુરથી જૂનાગઢ જઇ રહેલા માતા-પુત્રીને ટ્રક ચાલકે લીધા અડફેટે, પુત્રીનું મોત, માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત

|

Apr 10, 2023 | 12:58 PM

જૂનાગઢમાં (Junagadh News ) એક બેફામ જઇ રહેલા ટ્રકચાલકે એક્ટિવા પર જઇ રહેલા માતા પુત્રીને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં પુત્રીનું મોત થયુ છે. જ્યારે માતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

Junagadh : જેતપુરથી જૂનાગઢ જઇ રહેલા માતા-પુત્રીને ટ્રક ચાલકે લીધા અડફેટે, પુત્રીનું મોત, માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત

Follow us on

જૂનાગઢ જઇ રહેલી એક માતા-પુત્રી સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જૂનાગઢમાં એક બેફામ જઇ રહેલા ટ્રકચાલકે એક્ટિવા પર જઇ રહેલા માતા પુત્રીને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં પુત્રીનું મોત થયુ છે. જ્યારે માતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત માતાના સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો-Vadodra : રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારા બાદ પોલીસે તોફાનીઓને કરી હતી દેવાવાળી, જુઓ Video

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

ટ્રકની અડફેટે માતા-પુત્રી નીચે પટકાયા હતા

રાજકોટના જેતપુરથી એક પુત્રી પોતાની માતા સાથે જૂનાગઢ જવા માટે પોતાના ટુ વ્હીલર પર નીકળી હતી. જો કે જૂનાગઢના સાબલપુર નજીક એક પૂરપાટ આવતી ટ્રકે માતા-પુત્રીને અડફેટે લીધી હતી. ટ્રકની ટક્કરથી ટુ વ્હીલર પર સવાર માતા અને પુત્રી નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં પુત્રીનું સ્થળ પર જ મોત થયુ હતુ. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત માતાને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા.

પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધ્યો

અકસ્માતના પગલે સ્થળ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ટ્રાફિક હટાવ્યો હતો. અકસ્માતના પગલે પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. જ્યારે માતાના સારવાર માટે ખસેડી હતી. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરામાં પણ અકસ્માતમાં ત્રણના મોત

બીજી તરફ વડોદરાના વાઘોડિયામાં એસટી બસે અડફેટે લેતા 3 યુવકોના કમકમાટીભર્યા મોત થયા છે. કામરોલ બસ સ્ટેન્ડ નજીક એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત થયો છે. ગાંધીનગરથી હાલોલ તરફ જતી એસટી બસે યુવકોને અડફેટે લીધા છે. યુવકો અમરેશ્વરપુરાથી જરોદ તરફ જઇ રહ્યા હતા. આ દરમિયાન ટ્રકને ઓવરટેક કરવા જતા અકસ્માત થયો હતો. હાલ તો સમગ્ર મામલે જરોદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

તો કચ્છ જિલ્લાના ભૂજમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. ભુજ તાલુકાના ભારાપર ગામમાં બેફામ કાર ચાલકે રાહદારીને અડફેટે લીધો હતો. રોડ ઉપર ઉભેલા વ્યક્તિને કાર ચાલકે અડફેટે લીધો હતો. વ્યક્તિને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Next Article