JUNAGADH : “ફ્રેન્ડશીપ ડે” પર જુઓ અનોખી મિત્રતાની કહાની, ડોબરિયા પરિવાર અને પોપટ વચ્ચે દોસ્તીનું બંધન

|

Aug 01, 2021 | 7:37 PM

કહેવાય છે ને, મિત્ર એટલે એવા ખભાનું સરનામું જ્યાં વિના ટિકિટે કોઇ પણ પત્ર પોસ્ટ થઇ જાય'. ડોબરિયા પરિવાર અને પોપટની અનોખી મિત્રતામાં પણ કુદરતની કંઇક આવી જ કમાલ છે.

JUNAGADH : ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર એટલે મિત્ર દિવસ, આજના દિવસે એક બીજા મિત્રો પોતાની મિત્રતાની શુભકામના આપતા હોય છે. મિત્ર માત્ર બે વ્યક્તિઓ વચ્ચે જ હોય તે જરૂરી નથી ત્યારે આજે એક એવા મિત્રની વાત કરવી છે કે જેના મિત્રો છે હજારો પક્ષીઓ અને છેલા ૨૨ વર્ષથી તેની મિત્રતા મિસાલ બની છે પોપટ સાથે.

આમ તો સામાન્ય રીતે પોપટ મરચું ખાતા હોય છે, પણ ડોબરિયા પરિવારની મિત્રતાના રંગે રંગાયેલા આ હજારો પોપટ બાજરી આરોગે છે. અને પાંચ હજારથી વધારે પોપટની મિત્રતા નિભાવવામાં ડોબરિયા પરિવાર દોઢ લાખ રૂપિયાનો ખર્ચ કરે છે.

કહેવાય છે ને, મિત્ર એટલે એવા ખભાનું સરનામું જ્યાં વિના ટિકિટે કોઇ પણ પત્ર પોસ્ટ થઇ જાય’. ડોબરિયા પરિવાર અને પોપટની અનોખી મિત્રતામાં પણ કુદરતની કંઇક આવી જ કમાલ છે.

 

Next Video