JUNAGADH : પ્રતિકુળ હવામાનને કારણે ગીરનાર રોપવે ત્રીજા દિવસે પણ બંધ, પર્યટકોમાં નિરાશા

|

Jul 22, 2021 | 5:14 PM

Girnar ropeway : ગીરનાર પર્વત પર 22 જુલાઈના રોજ સતત ત્રીજા દિવસે વાદળછાયું વાતાવરણ છે અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. 70 થી 80 કિમી ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હોવાથી સુરક્ષાના ભાગ રૂપે રોપવે બંધ કરવામાં આવ્યો છે.

JUNAGADH :જૂનાગઢના વિશ્વપ્રસિદ્ધ ગીરનાર પર્વત પર રોપવે (Girnar ropeway)સતત ત્રીજા દિવસે પણ બંધ રહ્યો છે. પ્રતિકુળ હવામાનને કારણે ગીરનાર રોપવે ત્રીજા દિવસે પણ બંધ રાખતા પર્યટકોમાં નિરાશા જોવા મળી છે. ગીરનાર પર્વત પર 22 જુલાઈના રોજ સતત ત્રીજા દિવસે વાદળછાયું વાતાવરણ છે અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. 70 થી 80 કિમી ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હોવાથી સુરક્ષાના ભાગ રૂપે રોપવે બંધ કરવામાં આવ્યો છે. જૂનાગઢનાના ગીરનાર જંગલ તેમજ આસપાસના જંગલ વિસ્તારમાં બોરદેવી, ભવનાથ વિસ્તાર, રણશીવાવ વિસ્તારમાં પણ ગઇકાલે 21 જુલાઈએ દિવસ દરમ્‍યાન વરસાદી માહોલ વચ્‍ચે અડધાથી પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો.

 

Published On - 11:52 am, Thu, 22 July 21

Next Video