Junagadh: કુંજ પક્ષીઓને પગમાં સોલાર સંચાલિત GPS ટ્રાન્સમીટર લગાવાયા, તેમની રોજની ગતિવિધીનો હવે સર્વે થશે

|

Feb 13, 2022 | 9:01 AM

કુંજ પક્ષીને જીપીએસ ટ્રાન્સમીટર લગાવવા અંગે સાસણ ડીસીએફ મોહન રામે જણાવ્યું હતું કે ટેગીંગ કાર્ય દરમિયાન તમામ સાવચેતી રાખવામાં આવી હતી. હવે આ પક્ષીઓનું સાસણ ખાતે આવેલ હાઈટેક મોનીટરીંગ યુનિટ ખાતે સતત નિરીક્ષણ કરવામાં આવશે.

Junagadh: કુંજ પક્ષીઓને પગમાં સોલાર સંચાલિત GPS ટ્રાન્સમીટર લગાવાયા, તેમની રોજની ગતિવિધીનો હવે સર્વે થશે
File Image

Follow us on

કુંજ પક્ષીઓના (Demoiselle Crane) વસવાટ વિસ્તાર તેના સ્થાનની પસંદગી સહિતની બાબતોના અભ્યાસ માટે એક નવી પહેલ કરવામાં આવી છે. જુનાગઢ (Junagadh)ના સાસણ વનવિભાગ દ્વારા કોડીનાર પંથકના દરિયાકાંઠા આસપાસ નિષ્ણાત લોકોની મદદ લઈ ચાર કુંજ પક્ષીઓને પગમાં સોલાર સંચાલિત જીપીએસ ટ્રાન્સમીટર (GPS transmitter) લગાવવામાં આવ્યા છે.

કુંજ પક્ષીઓનું ટેગિંગ

વિશ્વમાં જોવા મળતી કુંજ પક્ષીની 15 પ્રજાતિમાંથી ગુજરાતમાં ત્રણ પ્રજાતિ જોવા મળે છે. તેમાંથી કરકરા અને કુંજ પક્ષીઓનો આઈ.યુ.સી.એન. 4 લિસ્ટમાં કન્સર્ડ અનુસૂચિમાં સામેલ છે. આ પક્ષીઓને સુરક્ષા આપવામાં આવી છે વિશ્વમાં કરકરા પક્ષીની સંખ્યા 2.30થી 2.61 લાખ અને કુંજ પક્ષીની અંદાજીત સંખ્યા 4.91 લાખથી 5.03 લાખ હોવાનું માનવામાં આવે છે.

આ પક્ષીઓના સ્થળાંતરની રીત, વસવાટ સ્થાનની પસંદગી, વ્યાપ વિસ્તાર અને રોજની ગતિવિધિના અભ્યાસ માટે ટેગીંગ ટીમ દ્વારા પહેલા સર્વે કરવામાં આવ્યો હતો અને બાદમાં કોડીનાર પંથકના દરિયાકાંઠા વિસ્તારમાં આવા ચાર પક્ષીઓને નિષ્ણાત લોકોની મદદથી બે કુંજ અને બે કરકરા મળી કુલ ચાર પક્ષીઓને જીએસએમ અને જીપીએસ ટ્રાન્સમીટર લગાવવામાં આવ્યા હતા.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

કુંજ પક્ષીઓનું થશે સતત નીરિક્ષણ

કુંજ પક્ષીને જીપીએસ ટ્રાન્સમીટર લગાવવા અંગે સાસણ ડીસીએફ મોહન રામે જણાવ્યું હતું કે ટેગીંગ કાર્ય દરમિયાન તમામ સાવચેતી રાખવામાં આવી હતી. હવે આ પક્ષીઓનું સાસણ ખાતે આવેલ હાઈટેક મોનીટરીંગ યુનિટ ખાતે સતત નિરીક્ષણ કરવામાં આવશે.

મહત્વનું છે કે દેશભરમાં પહેલીવાર કુંજ પ્રજાતિના પક્ષી ડેમોસાઈલ ક્રેન એટલે કે કરકરાને વર્ષ 2019માં કચ્છમાં ટેગ કરાયું હતુ. ભચાઉ તાલુકાના ખારોઈમાં આ પક્ષીને ટેગ કરાતા તેને ‘ખારોઈ’ નામ અપાયું હતુ. કચ્છમાં પણ ટેગિંગ કરાયેલા કુંજ પક્ષીઓનું સતત ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યુ હતુ. ત્યારે હવે કચ્છ બાદ જુનાગઢના સાસણમાં પણ કુંજ પક્ષી જ્યાં પણ જશે તે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) અને ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ (જીએસએમ)થી ઈનબિલ્ટ મિકેનિઝમ અને મોબાઈલ નેટવર્ક વડે સતત કંટ્રોલ સેન્ટરને ડેટા મોકલાયા કરશે.

આ પણ વાંચો- Bhavnagar: સિહોર-ઘાંઘળી રોડ પર જીઆઈડીસીમાં આવેલી અરિહંત ફેક્ટરીમાં બ્લાસ્ટ, 10 શ્રમિકો દાઝી ગયા

આ પણ વાંચો- ગુજરાતમાં નીરવ મોદી કરતાં પણ મોટું કૌભાંડ સામે આવ્યું: SBIએ લગાવ્યો રૂ. 22842 કરોડની છેતરપિંડીનો આરોપ

 

Next Article