JUNAGADH : કેશોદમાં નવું એરપોર્ટ બનશે,  કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કરી જાહેરાત

JUNAGADH : કેશોદમાં નવું એરપોર્ટ બનશે, કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કરી જાહેરાત

| Edited By: | Updated on: Sep 10, 2021 | 10:18 AM

New Airport in Keshod : કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કેશોદમાં નવું એરપોર્ટ બનાવવાની જાહેરાત કરી છે.

JUNAGADH : જુનાગઢ જિલ્લાના કેશોદમાં નવું એરપોર્ટ બનાવવામાં આવશે.કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કેશોદમાં નવું એરપોર્ટ બનાવવાની જાહેરાત કરી છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઉડાન યોજના અંતર્ગત આગામી 100 દિવસમાં ચાર નવા એરપોર્ટના નિર્માણનું લક્ષ્ય રાખ્યું છે.જેમાં કેશોદની સાથે ઝારખંડના દેવધર, મહારાષ્ટ્રના ગોંદિયા અને સિંધુદુર્ગ તેમજ યુપીના કુશીનગર એરપોર્ટનો સમાવેશ છે.આ ઉપરાંત હિમાચલ પ્રદેશમાં ચાર અને ઉત્તરાખંડમાં બે નવા હેલિપેડ પણ બનાવવામાં આવશે.

Published on: Sep 10, 2021 10:17 AM