Junagadh: સાફ સફાઈ માટે ખાલી કરાયો પૌરાણિક દામોદર કુંડ, ચૈત્ર માસમાં મોટી સંખ્યામાં ભાવિકો આવ્યા હતા સ્નાન કરવા

|

May 11, 2022 | 5:04 PM

જૂનાગઢમાં આવેલ પવિત્ર અને પૌરાણિક કુંડ દામોદર કુંડને હાલ ખાલી કરવામાં આવી રહ્યો છે. સાફ સફાઈ હેતુ કુંડ ખાલી કરાયો હોવાની વાત સામે આવી રહિ છે.

Junagadh: સાફ સફાઈ માટે ખાલી કરાયો પૌરાણિક દામોદર કુંડ, ચૈત્ર માસમાં મોટી સંખ્યામાં ભાવિકો આવ્યા હતા સ્નાન કરવા
Damodar Kund

Follow us on

Junagadh: શહેરમાં આવેલ પવિત્ર અને પૌરાણિક કુંડ દામોદર કુંડને (Damodar Kund) હાલ ખાલી કરવામાં આવી રહ્યો છે. સાફ સફાઈ હેતુ કુંડ ખાલી કરાયો હોવાની વાત સામે આવી રહિ છે. મહત્વનું છે કે, ચૈત્ર માસમાં મોટી સંખ્યામાં ભાવિકો દામોદર કુંડમાં સ્નાન કરવા આવ્યા હતા. હાલ ઉનાળામાં પાણીની આવક ન હોવાથી કુંડનું પાણી દુષિત થઈ ગયું હતું જેથી કુંડની સાફ સફાઈ કરવાની ફરજ પડી છે. છેલ્લા બે દિવસથી કુંડ ખાલી કરાયો હોવાથી ભાવિકો સ્નાન, તર્પણ કે અસ્થિ વિસર્જન કરી શકતા નથી. તંત્ર દ્વારા વહેલી તકે દામોદર કુંડમાં સાફ સફાઈ કરાવવામાં આવે તેવી તિર્થગૌરની રજૂઆત કરી રહ્યા છે.

દામોદર કુંડનું મહત્વ

ગિરનાર પર્વતોની તળેટીમાં આવેલો આ કુંડ હિન્દુ પૌરાણિક કથા મુજબ, તે પવિત્ર માનવામાં આવે છે અને ઘણાં હિન્દુઓ દામોદર કુંડમાં મૃતદેહના અગ્નિસંસ્કાર પછી રાખ અને હાડકાંને નવડાવવું અને નિમજ્જન કરવાનું પસંદ કરે છે. એવી માન્યતા છે કે મૃત આત્માઓ અહીં મોક્ષ મેળવે છે. રાખ અને હાડકાના નિમજ્જન માટે અન્ય આવા પ્રખ્યાત સ્થળો હરિદ્વારમાં ગંગા અને પ્રયાગ ખાતે ત્રિવેણી સંગમમાં આવેલા છે. તળાવના પાણીમાં હાડકાં ઓગળવાના ગુણધર્મો છે. તળાવ 257 ફૂટ લાંબુ અને 50 ફૂટ પહોળું છે અને માત્ર 5 ફૂટ ઊંડું છે. તે એક સારા ઘાટ દ્વારા ઘેરાયેલું છે. ગીરનાર પર્વતો ઉપર જવા માટેના પગથીયાઓ દામોદર કૂંડની નજીક છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં માવઠું અને વાવાઝોડાની આગાહી

સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં બે દિવસ બાદ માવઠું અને વાવાઝોડાની આગાહી કરવામાં આવતા જગતના તાતની ચિંતામાં વધારો થયો છે. 13 તારીખે વાવાઝોડા  સાથે માવઠાની શકયતાના પગલે જૂનાગઢના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ કેરીની સિઝનમાં એક તરફ કેરીનું ઉત્પાદન મોડું છે. ત્યારે માવઠાની મોકાણ વચ્ચે કેરીના પાકને સાચવવો કયાં તેને લઈ સવાલો ઉભા થયા છે. જો માવઠું થશે તો ખેડૂતોની માઠી દશા થશે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે સામાન્ય કરતા કેરી ઓછી જોવા મળી રહી છે. ત્યારે જો આ માવઠું થાય તો કેરી સહિત ઉનાળુ પાકને વ્યાપક નુકસાન થઈ શકે છે.

Published On - 5:04 pm, Wed, 11 May 22

Next Article