Junagadh: શ્રાવણના પ્રથમ સોમવારે ભવનાથના દર્શન કરવા ઉમટ્યા ભક્તજનો

|

Aug 01, 2022 | 9:43 PM

તળેટી વિસ્તારમાં આવેલા પ્રખ્યાત ભવનાથ (Bhavnath Mahadev) મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. અને ગિરનારની પવિત્ર ભૂમિમાં મોટી સંખ્યામાં ભક્તોએ શિવની પૂજા અર્ચના કરતા હર હર મહાદેવના નાદથી મંદિર ગૂંજી ઉઠયું હતું.

Junagadh: શ્રાવણના પ્રથમ સોમવારે ભવનાથના દર્શન કરવા ઉમટ્યા ભક્તજનો

Follow us on

પવિત્ર શ્રાવણ (Shravan mass) માસના પ્રથમ સોમવારે જૂનાગઢના (Junagadh) પ્રખ્યાત ભવનાથ મંદિર ખાતે શિવ આરાધકોની ભારે ભીડ જોવા મળી હતી. આજે જૂનાગઢ શહેરના વિવિધ શિવમંદિરોમાં તેમજ તળેટી વિસ્તારમાં આવેલા પ્રખ્યાત ભવનાથ (Bhavnath Mahadev) મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી અને ગિરનારની પવિત્ર ભૂમિમાં મોટી સંખ્યામાં ભક્તોએ શિવની પૂજા અર્ચના કરતા હર હર મહાદેવના નાદથી મંદિર ગૂંજી ઉઠયું હતું. શ્રાવણ માસમાં ભવનાથના દર્શન કરીને ભક્તોએ જણાવ્યું હતું કે તેઓ અહીં દર્શન કરીને જીવનને ધન્ય માને છે અને ભવનાથ મહાદેવના સાનિધ્યમાં ખુબ જ આનંદ અનુભવે છે. તેમને ભોળાનાથના સાનિધ્યમાં જે ખુશીનો અહેસાસ થાય છે તેનું કોઈ વર્ણન ન કરી શકાય.

પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ દિવસ ત્યારે ગિરનારની પવિત્ર ભૂમિ પર ભવનાથ મહાદેવ બિરાજમાન છે, ત્યારે આજે મોટી સંખ્યમાં ભાવિકો દર્શન નો લાભ લેવા આવી રહ્યા છે અને હર હર  શંભુના નાદથી ભવનાથ મંદિર અને તળેટી વિસ્તાર  ગૂંજી ઉઠયો હતો. શ્રાવણ માસની શરૂઆત થતા મહાદેવના આરાધકો મોટી સંખ્યામાં ભવનાથ મંદિર આવી રહ્યા છે અને વધુમાં વધુ ભાવિકો ભવનાથ મહાદેવના દર્શનનો લાભ લઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

જૂનાગઢના અન્ય શિવમંદિરોમાં પણ શ્રાવણ માસ નિમિત્તે વિવિધ આયોજન

જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં આવેલા સિદ્ધેશ્વર મહાદેવ ભગવાન સ્વામિનારાયણના સ્વહસ્તે પ્રતિષ્ઠિત કરેલા છે, ત્યારે શ્રાવણ માસમમાં અહીં પણ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવતા હોય છે અને પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અહીં વિવિધ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસના પ્રથમ દિવસ તા. 29/07/2022થી દરરોજ સિધ્ધેશ્વર મહાદેવજીનો મૂર્તિ અભિષેક, તેમજ વિશિષ્ઠ શ્રૃંગાર કરવામાં આવે છે સાથે જ શ્રાવણ માસ દરમિયાન અહીં બિલીપત્ર પૂજા, દુગ્ધાભિષેક, રૂદ્રાભિષેક, હોમાત્મક, લઘુરૂદ્ર તેમજ ભવ્યાતિભવ્ય હિંડોળા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સંપૂર્ણ શ્રાવણ માસ દરમ્યાન દરરોજ શ્રી શિવ મહાપુરાણ, શ્રીમદ ભાગવત કથા, શ્રીહરિ ચરિત્ર તથા અન્ય ધર્મગ્રુપોમાં લખાયેલા ભગવાન શ્રી હરિજીના દિવ્ય ચરિત્રોની કથાનું શ્રવણ પણ થશે તો તળેટી વિસ્તારમાં આવેલી મુચકુંદ ગુફા, નરસિંહ મહેતા મંદિર ખાતે પણ વિશેષ આરતી અને દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે તો ભૂતનાથ મહાદેવ, જાગનઆથ મહાદેવ અન ેબિલનઆથ મહાદેવ ખાતે પણ વિશેષ દર્શનનું આયોજન  કરવામાં આવ્યું હતું.

Next Article