JUNAGADH : ઐતિહાસિક ધરોહર બહાઉદ્દીન કોલેજના બિલ્ડિંગને હેરિટેજ જાહેર કરાયું

|

Aug 04, 2021 | 12:30 PM

આ કોલેજ ફક્ત કોલેજ જ નથી પરંતુ બેનમૂન વાસ્તુશિલ્પનું એક ઉત્તમ ઉદાહરણ પણ છે. આ કોલેજનું નામકરણ સોરઠના વજીર બહાઉદ્દીનના નામ પરથી થયું હતું. 25 માર્ચ, 1897ના રોજ આ બહાઉદ્દીન કોલેજની ભવ્ય ઇમારતનો શિલાન્યાસ થયો હતો.

JUNAGADH :  જૂનાગઢ માટે ગૌરવ સમાન ઐતિહાસિક ધરોહર બહાઉદ્દીન કૉલેજના બિલ્ડિંગને હેરિટેજ જાહેર કરાયું છે.આ કૉલેજને શિક્ષણ વિભાગે હેરિટેજ બિલ્ડિંગ જાહેર કરી છે.ટૂંક સમયમાં તેના નવીનીકરણ માટે દરખાસ્ત મોકલવા શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. જૂનાગઢનું ગૌરવ કહી શકાય તેવી બહાઉદ્દીન કોલેજનું નિર્માણ આજથી લગભગ 120 વર્ષ પહેલા એટલે કે ઇ.સ.1900ની સાલમાં થયું હતું.

આ કોલેજ ફક્ત કોલેજ જ નથી પરંતુ બેનમૂન વાસ્તુશિલ્પનું એક ઉત્તમ ઉદાહરણ પણ છે. આ કોલેજનું નામકરણ સોરઠના વજીર બહાઉદ્દીનના નામ પરથી થયું હતું. 25 માર્ચ, 1897ના રોજ આ બહાઉદ્દીન કોલેજની ભવ્ય ઇમારતનો શિલાન્યાસ થયો હતો. આ ભવ્ય નિર્માણકાર્યમાં બહાઉદ્દીનનું યોગદાન તો હતું જ, સાથોસાથ પુરુષોત્તમરાય ઝાલા પણ તેમાં સમાવિષ્ટ હતા. કેટલાક મતમતાંતરો મુજબ આ ભવન પહેલા બહાઉદ્દીનનું નિવાસસ્થાન હતું.

આ પણ વાંચો : નારી ગૌરવ દિવસની ઉજવણી, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહિલા ઉત્કર્ષ યોજનાનો પ્રારંભ કરાવ્યો

આ પણ વાંચો : AHMEDABAD : સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝ સ્ટાફની હડતાલની ચીમકી, જાણો શું છે કારણ

Published On - 12:29 pm, Wed, 4 August 21

Next Video