Junagadh: મેંદરડામાં પોલીસ કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત

|

Jul 25, 2022 | 8:44 AM

મેંદરડામાં પોલીસ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી લીધી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસ કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત કરી લીધો હતો.

Junagadh: મેંદરડામાં પોલીસ કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત
પ્રતિકાત્મક તસવીર

Follow us on

Junagadh: મેંદરડામાં પોલીસ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી લીધી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસ કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.માનસિક બિમારીથી કંટાળીને પગલું ભર્યુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

માળિયા હાટીનાના લાડુડી ગામમાં દંપતીનો આપઘાત

જૂનાગઢના માળિયા હાટીનાના લાડુડી ગામે પતિ-પત્નીના આપઘાતની ઘટના સામે આવી છે. પતિએ ગળે ફાંસો ખાઈને તો પત્નીએ જાત જલાવીને આપઘાત કર્યો છે. દંપતીના આપઘાત માટે ઘર કંકાસ કારણભૂત હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ બંને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

યાત્રાધામ અંબાજી અને ગિરનારમાં રોપ વેના ટિકિટ દર ઘટ્યાં

ગત સપ્તાહમાં મળેલી 47મી જીએસટી કાઉન્સિલની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરિવહન ક્ષેત્રની સેવામાં GST દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. GSTનો દર 18 ટકાથી ઘટાડી 5 ટકા કરાયો છે. માલસામાનની હેરફેર અને રોપવે પર હવે માત્ર 5% ટેક્સ લાગશે. આમ તો ટેક્સ રેટમાં ફેરફાર 18 જુલાઈથી લાગુ કરવામાં આવ્યો હતો. આ GSTના નવાનો અમલ આજથી કરવામાં આવશે. જે અંતર્ગત ગુજરાતમાં યાત્રાધામ અંબાજી ગબ્બર અને જુનાગઢમાં ગિરનાર રોપ વેના ટિકિટના દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

Published On - 8:43 am, Mon, 25 July 22

Next Article