Breaking News: લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસે ગુજરાતની જુનાગઢ, સુરેન્દ્રનગર અને વડોદરા બેઠક પર આ ઉમેદવારોના નામની કરી જાહેરાત

|

Apr 18, 2024 | 4:53 PM

ભાજપે ગુજરાતની 26 એ 26 લોકસભા બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જ્યારે કોંગ્રેસમાં હજુ 7 બેઠકો પર પેચ ફસાયેલો છે. કોંગ્રેસે આજે 3 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમા જુનાગઢ, સુરેન્દ્રનગર અને વડોદરા બેઠક પર ઉમેદવારો જાહેર કર્યા છે. જ્યારે હજુ નવસારી, મહેસાણા, અમદાવાદ પૂર્વ અને રાજકોટ બેઠક પર ઉમેદવારો જાહેર કરાયા નથી.

Breaking News: લોકસભા ચૂંટણી 2024:  કોંગ્રેસે ગુજરાતની જુનાગઢ, સુરેન્દ્રનગર અને વડોદરા બેઠક પર આ ઉમેદવારોના નામની કરી જાહેરાત

Follow us on

ભાજપે ગુજરાતની 26 એ 26 લોકસભા બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જ્યારે કોંગ્રેસમાં હજુ 6 બેઠકો પર પેચ ફસાયેલો છે. કોંગ્રેસે આજે 3 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમા જુનાગઢ, સુરેન્દ્રનગર અને વડોદરા બેઠક પર ઉમેદવારો જાહેર કર્યા છે. કોંગ્રેસે ગુજરાતની જુનાગઢ બેઠક પરથી હિરાભાઈ જોટવાને લોકસભાની ટિકટ આપી છે. જ્યારે સુરેન્દ્રનગર બેઠક પરથી ઋત્વીક મકવાણા અને વડોદરાથી જશપાલ પઢિયારને ટિકિટ આપી છે.

કોણ છે હિરાભાઈ જોટવા ?

જુનાગઢ લોકસભા બેઠક પરથી કોંગ્રેસે હિરાભાઈ જોટવાનું નામ જાહેર કર્યુ છે. જેઓ આહિર સમાજમાંથી આવે છે. તેમજ અન્ય સમાજને સાથે લઈને ચાલનારા છે. કોંગ્રેસના પીઢ આગેવાન અને કાર્યકર છે. જુનાગઢથી હિરાભાઈ જોટવા ભાજપના રાજેશ ચુડાસમાને મજબુત ટક્કર આપી શકે તેવી શક્યતા છે. ગીરસોમનાથ જિલ્લામાં સામાજિક કાર્યકર તરીકે તેઓ અગ્ર હરોળનું સ્થાન ધરાવે છે. બહોળી લોકચાહના ધરાવતા હિરાભાઈ જોટવા ગત વિધાનસભાની ચૂંટણીમાં કેશોદ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જેમા જુજ મતોથી ભાજપના ઉમેદવાર સામે હારી ગયા હતા. હિરાભાઈ જોટવા લોકસેવક તરીકેની છબી ધરાવે છે એ સિવાય તેમની લોકચાહના આ વિસ્તારમાં ઘણી છે કારણ કે ઉદાર હ્રદયના હોવાથી ખાસ્સુ પ્રભુત્વ છે.

23 વર્ષની નાની ઉંમરે હિરાભાઈ સુપસી ગામના સરપંચ તરીકે ચૂંટાયા હતા. 1991 થી 2004 સુધી તેઓ સરપંચ તરીકે કાર્યરત રહ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે જુનાગઢ જિલ્લા સરપંચ સંઘની સ્થાપના કરી અને પંચાયતી રાજ અને સ્વ-શાસનની જાણકારી આપીને તેમને સંરપંચને આયોજનબદ્ધ કામ કરવા પ્રેરણા આપી હતી. વર્ષ 2001માં હિરા જોટવાએ યુવાનેતા તરીકે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ સામે સૌરાષ્ટ્રમાં વધુ વોટરશેડ અને ચેકડેમ્સ બનાવવાની માગણી કરી હતી. હિરાભાઈ તથા તેમના સમર્થકોએ એ સમયે મુખ્યમંત્રી કાર્યાલયને તાળાબંધી કરી દેખાવો કર્યા હતા.

Ideal age gap Marriage : પતિ-પત્ની વચ્ચે ઉંમરનો કેટલો તફાવત હોવો જોઈએ?
આજનું રાશિફળ તારીખ : 28-12-2024
Pakistan Tallest Building : પાકિસ્તાનની સૌથી ઊંચી ઈમારતમાં શું છે?
CIBIL સ્કોર ચેક કર્યા વગર તમને તાત્કાલિક મળશે લોન, જાણો
Curry Leaves : કોણે મીઠો લીમડો ન ખાવો જોઈએ? નિષ્ણાતો પાસેથી જાણો
ભારત સામે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન

સુરેન્દ્રનગરથી કોંગ્રેસે ઋત્વીક મકવાણાને આપી ટિકિટ

ચોટિલાના પૂર્વ ધારાસભ્ય અને કોળી સમાજમાંથી આવતા ઋત્વીક મકવાણા સુરેન્દ્રનગરથી ભાજપના ચંદુભાઈ શિહોરને ટક્કર આપશે. વર્ષોથી શિક્ષણ અને રાજકારણ સાથે સંકળાયેલા ઋત્વીક મકવાણા રાષ્ટ્રીય તળપદા કોળી સમાજમાં પ્રમુખ સ્થાન ધરાવે છે. સૌપ્રથમ તેમણે કોંગ્રેસ પાર્ટીના કોષાધ્યક્ષ તરીકે રાજકીય સફરની શરૂઆત કરી હતી. તેમણે વર્ષ2017માં વિજય બાદ 2022માં વિધાનસભાની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા સાલસ સ્વભાવના વ્યક્તિ છે. ભાગ્યે જ જોવા મળે તેવી એકદમ સ્વચ્છ નેતાની છાપ તેઓ ધરાવે છે. તેમણે જેતે સમયે કોઈ દિવસ એક રૂપિયાનોય પગાર લીધો નથી. સરકારી સંસાધનોનો ઉપયોગ કરતા નથી. તેમની પાસે રહેલી જમીનમાંથી પાંચ વિઘા જમીન ઓછી કરી છે. મીડિયા ફ્રેન્ડલી નથી આથી બહુ હાઈલાઈટ થતા નથી પરંતુ આ વિસ્તારમાં તેમની મજબુત પકડ છે.  ચુવાળિયા કોળી સમાજમાંથી આવે છે. જેની સામે કોંગ્રેસે તળપદા કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપી છે. આથી અહીં ચુવાળિયા V/S તળપદાની ટક્કર જોવા મળશે.

વડોદરાથી કોંગ્રેસે જશપાલસિંહ પઢિયારને આપી ટિકિટ

વડોદરાથી કોંગ્રેસે યુવા અને ક્ષત્રિય ચહેરા તરીકે જશપાલસિંહ પઢિયારને ટિકિટ આપી છે. જે ભાજપના હેંમાંગ જોશીને ટક્કર આપશે.  જશપાલસિંહ 42 વર્ષના છે અને ધોરણ 12 સુધીનો અભ્યાસ કરેલો છે. વડોદરાના વાઘોડિયા અને સાવલી તાલુકામાં ક્ષત્રિય સમાજના મતદારોની સંખ્યા વધુ હોવાથી કોંગ્રેસે તેમના પર પસંદગી ઉતારી છે.  ગત વિધાનસભાની ચૂંટણીમાં સાવલી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જેમા  ભાજપના કેતન ઈનામદાર સામે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

 

Published On - 9:35 pm, Thu, 4 April 24

Next Article