Junagadh : જિલ્લાના 17 જળાશયોમાં પાણીનો જથ્થો માત્ર 30 ટકા, ખેડૂતોને સિંચાઇનું પાણી આપવું મુશ્કેલ

|

Aug 18, 2021 | 7:16 AM

રાજયમાં હાલ વરસાદ ખેંચાતા પાણીની વિકટ સમસ્યા સર્જાઇ રહી છે. તેમાં પણ ખેડૂતોને સિંચાઇ માટે આપવામાં આવતા પાણીમાં કટોકટીની સ્થિતિ સર્જાઇ છે. કારણે રાજયના ઘણા ખરા ડેમોમાં પાણીનો જથ્થો ખુબ જ ઓછો છે.

Junagadh : જિલ્લાના 17 જળાશયોમાં પાણીનો જથ્થો માત્ર 30 ટકા, ખેડૂતોને સિંચાઇનું પાણી આપવું મુશ્કેલ
file photo

Follow us on

Junagadh : રાજયમાં હાલ વરસાદ ખેંચાતા પાણીની વિકટ સમસ્યા સર્જાઇ રહી છે. તેમાં પણ ખેડૂતોને સિંચાઇ માટે આપવામાં આવતા પાણીમાં કટોકટીની સ્થિતિ સર્જાઇ છે. કારણે રાજયના ઘણા ખરા ડેમોમાં પાણીનો જથ્થો ખુબ જ ઓછો છે. જેના કારણે સિંચાઇનું પાણી આપવું મુશ્કેલ બન્યું છે.

જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો  જિલ્લામાં 17 જેટલી સિંચાઈ યોજના આવેલી છે. જેમાં હાલ ડેમોમાં પાણીનો જથ્થો 30 ટકા છે. વરસાદ થાય તો પાણી આપી શકાય અને પીવાના પાણીનો સ્ટોક રિઝર્વ રાખવામાં આવ્યો છે. ખેડૂતોને સિંચાઈનું પાણી આપવું ખુબજ મુશ્કેલ છે.

10 જેટલા ડેમોમાં 30 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. જેને લઈ હવે ખેડૂતોને પાણી આપવું ખૂબ મુશ્કેલ છે. જે પાણીનો જથ્થો રાખવામાં આવ્યો છે તે પીવાના પાણી માટે રાખવામાં આવ્યો છે. અને, સિંચાઇ યોજનામાં ઓઝત 2 બાદલપુર ડેમ જિલ્લાનો મોટો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

હાલ આ ઓઝત-2 ડેમમાંથી 345 ગામો 9 તાલુકા અને 8 શહેરોને પીવાનું પાણી પણ આપવામાં આવે છે. એટલે 30 ટકા જેટલો પાણીનો જથ્થો હોવાથી સિંચાઈનું પાણી આપી શકાય તેમ નથી. પણ પીવાનું પાણી 4 મહિના સુધી આપી શકાશે. કમાન્ડ વિસ્તારમાંથી સિંચાઈનું પાણી ખેડૂતોએ માંગણી કરવામાં આવી નથી. અને જે સરકારની યોજના સૌની યોજના અંતર્ગત ડેમોમાં નર્મદાનું પાણી આપવાનું હતું તે હજુ સુધી આપવામાં આવ્યું નથી.

સરકાર દ્વારા 2012માં જાહેરાત કરવામાં આવી હતી કે સૌની યોજના અંતર્ગત સૌરાષ્ટ્રના 115 ચેકડેમો નર્મદાના પાણીથી ભરવાની વાતો કરવામાં આવી હતી. જે વાતો બિલકુલ પોકળ સાબિત થઈ છે, જેના કારણે હાલ ડેમોના તળિયા દેખાય ગયા છે. જેમાં ખેડૂતોને પાણી મળી શકતું નથી અને ખેડૂતોએ ખર્ચ કરી પોતાના ખેતરોમાં વાવણી કરી દેવામાં આવી છે. હાલ ખેડૂતોની સ્થિતિ ઉપર આભ અને નીચે ધરતી જેવી હાલત થઈ છે. માટે સરકાર નક્કર આયોજન કરી ખેડૂતોને પાણી મળવું જોઈએ.

ઝાંઝરડા ગામના ખેડૂતો માટે સિંચાઈની કોઈ વ્યવસ્થા નથી. જેથી ખેડૂતોને પાણી મળી શકે નહીં. ઝાંઝરડા ગામના ખેડૂતો વરસાદના પાણી પર નિર્ભર છે માટે કેમ પાક બચાવવાએ એક ખેડૂતો માટે પડકાર બન્યો છે.

ત્યારે જો હવે મેઘરાજા સમયસર પધરામણી નહીં કરે તો પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવી સ્થિતિનું સર્જન થયું છે. સિંચાઇના પાણીની વાત બહું દુર રહી પરંતુ આગામી સમયમાં પીવાના પાણીની સમસ્યા પણ સર્જાઇ શકે છે. ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે મેઘરાજા જલ્દી મન મુકીને રાજય પર હેત વરસાવે.

 

આ પણ વાંચો : Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 18 ઓગસ્ટ: વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં પણ વધુ ધ્યાન આપવાની જરૂર, નોકરી કરતા લોકોને નોકરીમાં પરિવર્તનની તક મળે

આ પણ વાંચો : Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 18 ઓગસ્ટ: પ્રેમ સંબંધો પ્રત્યે ગંભીરતા લેવી જરૂરી છે, થોડી બેદરકારી તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે

Next Article