JUNAGADH : સ્વામી વિવેકાનંદ વિનય મંદિરમાં ધોરણ-૧૧ અને ૧૨ના વિજ્ઞાન પ્રવાહના વર્ગો બંધ કરાયા

|

Mar 31, 2021 | 3:46 PM

JUNAGADH : સ્વામી વિવેકાનંદ વિનય મંદિરમાં ચાલતા ધોરણ-૧૧ અને ૧૨ના વિજ્ઞાન પ્રવાહના વર્ગો વિદ્યાર્થીઓની અપૂરતી સંખ્યાના કારણે બંધ કરવાની ફરજ શાળાના મહિલા આચાર્યને પડી છે.

JUNAGADH : સ્વામી વિવેકાનંદ વિનય મંદિરમાં ધોરણ-૧૧ અને ૧૨ના વિજ્ઞાન પ્રવાહના વર્ગો બંધ કરાયા
વિનયમંદિર શાળા, જૂનાગઢ

Follow us on

JUNAGADH : સ્વામી વિવેકાનંદ વિનય મંદિરમાં ચાલતા ધોરણ-૧૧ અને ૧૨ના વિજ્ઞાન પ્રવાહના વર્ગો વિદ્યાર્થીઓની અપૂરતી સંખ્યાના કારણે બંધ કરવાની ફરજ શાળાના મહિલા આચાર્યને પડી છે. સતત વધી રહેલી ખાનગી શાળાઓ અને સરકાર દ્વારા ગ્રાન્ટેડ શાળાઓમાં સતત ઘટતા વિદ્યાર્થીઓ ચિંતાનું કારણ બની રહ્યા છે.

એક સમય હતો કે જૂનાગઢની વિવેકાનંદ વિનય વિદ્યામંદિરમાં ધીરુભાઈ અંબાણી જેવી વ્યક્તિએ અભ્યાસ કર્યો હતો. પરંતુ સતત ખાનગી શાળાઓની વધતી જતી સંખ્યાને સામે સરકારી અનુદાનિત શાળાઓ ઝીક ઝીલી શકવામાં સઅફળ થતા સમગ્ર સૌરાષ્ટ્રની જે-તે સમયે મોટી કહી શકાય તેવી આ શાળામાં ચાલતા ૧૧ અને ૧૨ના વિજ્ઞાન પ્રવાહના વર્ગો આગામી નવા સત્રથી બંધ થવા જઈ રહ્યા છે.

સમગ્ર મામલાને લઈને શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ શિક્ષણ બોર્ડના નિયમોને આધીન શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતા બંને વર્ગ બંધ કરવાની ફરજ પડી છે તેવુ જણાવી રહ્યા છે. સ્વામી વિવેકાનંદ વિનય મંદિરમાં ચાલતા વિજ્ઞાન પ્રવાહના ધોરણ 11 અને 12 ના વર્ગો આગામી નવા શૈક્ષણિક સત્રથી બંધ થવા જઈ રહ્યા છે. વધી રહેલી ખાનગી શાળાઓની સામે સરકારી અને ગ્રાન્ટેડ લેતી સ્વનિર્ભર શાળાઓ ખાનગી શાળાની સામે ઝીંક નહીં ઝીલી શકતા અંતે આ શાળામાં ચાલતા જવા ૧૧ અને ૧૨ના વર્ગોને બંધ કરવાની ફરજ પડી રહી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

વાત પાછલા 20 વર્ષની કરીએ તો વર્ષ ૨૦૦૦માં વિવેકાનંદ વિનય મંદિર શાળામાં વિજ્ઞાન પ્રવાહમાં 413 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. શાળાનું પરિણામ પણ ખૂબ સારું જોવા મળતો હતો. વર્ષ 2003માં શાળામાં ૬૫૩ જેટલા વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવ્યો હતો. વર્ષ 2008માં ફરી આજ શાળામાં 783 જેટલા વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવ્યો હતો.

ત્યારબાદ ક્રમશ વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટતી જોવા મળતી હતી. વર્ષ 18/19 માં માત્ર 129 વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવ્યો હતો. વાત 2020 ની કરીએ તો માત્ર 17 વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવવા માટે આવેદનપત્ર આપ્યું હતું. જેને કારણે સરકારના નિયમ મુજબ વિદ્યાર્થીઓની પૂરતી સંખ્યા નહીં થવાને કારણે આગામી નવા શૈક્ષણિક સત્રથી ધો ૧૧ અને ૧૨ના વિજ્ઞાન પ્રવાહનો વર્ગ બંધ કરવાનો નિર્ણય થયો છે.

સ્વામી વિવેકાનંદ વિનય મંદિરની સ્થાપના જૂનાગઢના નવાબ દ્વારા 1862મા કરવામાં આવી હતી. આ શાળાએ ધીરુભાઈ અંબાણીને પણ અભ્યાસ કરાવ્યો હોવાના બહુમાન સાથે જોવામાં આવતી હતી. જે તે સમયે જૂનાગઢની આ શાળા સૌરાષ્ટ્રની સૌથી મોટી શાળા હોવાનુ ગર્વ પણ ધરાવતી હતી. પરંતુ આજે સતત વધી રહેલી ખાનગી શાળાઓની સામે એક સમયની સૌરાષ્ટ્રની સૌથી મોટી અને જુની શાળા પોતાના અસ્તિત્વ ટકાવવા માટે સંઘર્ષ કરી રહી છે.

૧૯૯૫ સુધી આ શાળામાં ૧૨૫ જેટલા શિક્ષકોની અનુભવી ટીમ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું હતું. હાલ શાળામાં શાળાના પ્રિન્સિપાલ સહિત ૨૦ જેટલા શિક્ષકો અને સહાયક કર્મચારીઓ કામ કરી રહ્યા છે તે બતાવી આપે છે કે શાળામાં સતત ઘટતી વિદ્યાર્થીઓની સંખ્યાની અસર શાળામાં કામ કરતા શિક્ષકો પર પણ પડી રહી છે. વર્ષ 1965માં રાજ્યના શિક્ષણ વિભાગે આ શાળાનું સંચાલન જે તે સમયે જૂનાગઢ નગરપાલીકાને સોંપ્યું હતું.

ત્યારબાદ પાંચ વર્ષના સમયગાળા દરમિયાન આ સંચાલન અનેક વખત વર્ષ ૨૦૦૧ સુધી જુનાગઢ નગરપાલિકા પાસે જોવા મળતું હતું. ત્યારબાદ વર્ષ ૨૦૦૧માં શાળાનો સંચાલન જુનાગઢ ગુરુકુળ હસ્તક આવ્યું હતું. જેમાં અનેક વાદ વિવાદો થતાં વર્ષ ૨૦૧૧માં ફરી શાળાનું સંચાલન સરકાર હસ્તક આવ્યું છે. અને હાલ શિક્ષણ વિભાગના અધિકારીઓના સંચાલન નીચે શાળા ચાલી રહી છે.

Next Article