જુનાગઢ : સાસણ ગીર પ્રવાસીઓથી ઉભરાયું, 9 નવેમ્બર સુધીમાં 47 હજાર પ્રવાસીઓની મુલાકાત

|

Nov 10, 2021 | 6:26 PM

દિવાળી અને નવા વર્ષની શરૂઆત થતા સાસણ ગીરમાં પ્રવાસીઓની ભીડ જામી છે. અને, 1નવેમ્બરથી 9 નવેમ્બર સુધીમાં કુલ 47 હજાર કરતા વધુ પ્રવાસીઓ દ્વારા ગીરમાં સફર કરવામાં આવી છે.

દિવાળી વેકેશનની રજાઓમાં સાસણ ગીર પ્રવાસીઓથી ઉભરાયું છે. 1થી 9 નવેમ્બર સુધીમાં 47 હજાર પ્રવાસીઓએ દેવળીયા સફારી પાર્ક અને સાસણગીર વાઈલ્ડ લાઈફમાં સફર કરવામાં આવી. હજુ પણ 13 નવેમ્બર સુધી તમામ પરમીટ ફૂલ છે. દિવાળી અને નવા વર્ષની શરૂઆત થતા સાસણ ગીરમાં પ્રવાસીઓની ભીડ જામી છે. અને, 1નવેમ્બરથી 9 નવેમ્બર સુધીમાં કુલ 47 હજાર કરતા વધુ પ્રવાસીઓ દ્વારા ગીરમાં સફર કરવામાં આવી છે. અને ખાસ કરીને આખર સુધી ગીરમાં વધુ વરસાદ પડતાં ગિરની વનરાઇઓ ખીલી ઉઠી છે તેને લઈ કુદરતી સૌંદર્યનો નજારો પ્રવાસીઓને જોવા મળી રહયો છે અને કામલેશ્વર ડેમ પણ ફૂલ ભરાયેલો છે ઝરણાં વહેતા થયા છે જેને લઈ પ્રવાસી ખુબજ ખુશ છે અને સિંહ દર્શન કરી ધન્યતા અનુભવે છે.

કોરોના મહામારીમાંથી જ્યારે છુટકારો મળ્યો એટલે એવું લાગ્યું કે ગીરમાં સાસણ જવું ખુબજ જરૂરી છે અને સરકાર અને વનવિભાગ દ્વારા ખૂબ સારી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અને, સિંહ અને સિંહણનો પરિવાર સાથે જોવા મળે તે માટે ગાઇડની પણ ખુબ જ સારી સુવિધા ઉભી કરવામાં આવી છે. ગુજરાતમાંથી આવતા પ્રવાસીઓ સાસણ ગીરમાં આવી અને ખુશ ખુશાલ જોવા મળી રહ્યાં છે. અને ગિરની અંદર જ્યારે સફર કરી અને કુદરતને ખોળે આવ્યા હોય તેવી ધન્યતાનો અનુભવે છે અને વનવિભાગની વ્યવસ્થાને પ્રવાસીઓ દ્વારા બિરદાવવામાં આવી રહી છે.

 

આ પણ વાંચો : અંબાજી માતાજીના ભંડારાની ગણતરીનો પ્રારંભ, 70થી 80 વ્યક્તિનો સ્ટાફ ગણતરીમાં જોતરાયો

 

Next Video