JUNAGADH : ગિરનારની ગોદમાં લીલી પરિક્રમામાં 1 લાખથી વધુ ભાવિકો ઉમટયાં, ભાવિકો કેમ થયા નારાજ ?

| Edited By: | Updated on: Nov 17, 2021 | 4:23 PM

દર વર્ષે લાખો લોકો પરિક્રમા કરવા આવે છે, પરંતુ ચાલુ વર્ષે પરિક્રમમાં કોઈપણ પ્રકારની સુવિધા ઉભી ન કરતા ભાવિકોની પાંખી સંખ્યા જોવા મળી રહી છે.શ્રદ્ધાળુઓનું કહેવું છે કે, અંતિમ સમયમાં તંત્ર દ્વારા નિર્ણય લેવાતા પરિક્રમા રૂટ પર સુવિધાનો અભાવ જોવા મળ્યો.

ગરવા ગિરનારની ગોદમાં દેવદિવાળીથી લીલી પરિક્રમાનો પ્રારંભ થઈ ગયો છે. 36 કિલોમીટરની આ પરિક્રમાના બીજા દિવસે એક લાખથી વધુ ભાવિકોએ ભાગ લીધો.જો કે પરિક્રમા પૂર્ણ કરનાર ભક્તોએ અવ્યવસ્થાના મુદ્દે સ્થાનિક તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી.અને આરોપ લગાવ્યો કે, પરિક્રમા રૂટ પર કોઈપણ ન તો પાણીની સુવિધા. ન તો અન્ય વ્યવસ્થા કરવામાં આવી..જેના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

મહત્વનું છે કે, દર વર્ષે લાખો લોકો પરિક્રમા કરવા આવે છે, પરંતુ ચાલુ વર્ષે પરિક્રમામાં કોઈપણ પ્રકારની સુવિધા ઉભી ન કરતા ભાવિકોની પાંખી સંખ્યા જોવા મળી રહી છે.શ્રદ્ધાળુઓનું કહેવું છે કે, અંતિમ સમયમાં તંત્ર દ્વારા નિર્ણય લેવાતા પરિક્રમા રૂટ પર સુવિધાનો અભાવ જોવા મળ્યો.

લીલી પરિક્રમામાં દેશભર અને રાજ્યમાંથી ભાવિકો પુણ્યનું ભાથું બાંધવા આવતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના ભાવિકો પણ પરિક્રમા ત્રીજીવાર પૂર્ણ કરી છે. પરિક્રમાર્થીઓનું કહેવું છેકે જ્યારે તેઓ રૂટ પર રહ્યાં ત્યારે પરિક્રમાના 36 કિલોમીટરના રૂટ પર સુવિધાનો અભાવ જોવા મળ્યો. પીવાના પાણી વ્યવસ્થા કે નહીં કોઈ અન્નક્ષેત્ર નહિ હોવાથી વધુ ભાવિકો હેરાન થતા જોવા મળ્યા વહીવટી તંત્રએ અગાઉ તૈયારી કરવી જરૂરી છે.

લીલી પરિક્રમા કરી અને પરિક્રમામાં પુણ્ય ભાથું બાંધવા ગિરનારમાં આવતા કેટલાક ભાવિકો પોતાના ઘરેથી હળવો નાસ્તો, ભોજનનો કાચો સામાન અને ભોજન સામગ્રી પણ સાથે લાવતા હોય છે. ત્યારે પરિક્રમાના રૂટ પર કુદરતી સૌંદર્ય વચ્ચે રસોઈ બનાવતા હોય છે. અને જંગલમાં બેસી ભોજન લેવાનો લ્હાવો પણ લેતા હોય છે. તેમાં પણ જે ભાવિકો જમવાનું સાથે લાવ્યા હોય તેને કોઈ મુસીબત નથી પડી, પણ જે ભોજન સામગ્રી સાથે લાવ્યા નથી તેવા ભાવિકોને મુસીબતનો સામનો કરવો પડે છે

Published on: Nov 17, 2021 12:27 PM