સતાધારના મહંત જીવરાજ બાપુ દેવલોક પામ્યા: બાપુના અંતીમ દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા, સાંજે 4 વાગ્યા સુધી થશે અંતીમ દર્શન

|

Aug 20, 2019 | 4:13 AM

સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ તીર્થધામ એવા સતાધારના મહંત જીવરાજ બાપુ 93 વર્ષની વયે દેવલોક પામ્યા છે. લાંબા સમયની બિમારી બાદ ગત મોડી રાત્રે તેઓએ સતાધારમાં અંતિમ શ્વાસ લીધા હતા. આપાગીગાની જગ્યાના મહંત જીવરાજ બાપુ દેવલોક પામતા રાજ્યભરના તેમના ભક્તોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આ પણ વાંચો: આજનું રાશિફળ: નોકરી અને વ્‍યવસાય સાથે સંકળાયેલા આ રાશીના જાતકો […]

સતાધારના મહંત જીવરાજ બાપુ દેવલોક પામ્યા: બાપુના અંતીમ દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા, સાંજે 4 વાગ્યા સુધી થશે અંતીમ દર્શન

Follow us on

સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ તીર્થધામ એવા સતાધારના મહંત જીવરાજ બાપુ 93 વર્ષની વયે દેવલોક પામ્યા છે. લાંબા સમયની બિમારી બાદ ગત મોડી રાત્રે તેઓએ સતાધારમાં અંતિમ શ્વાસ લીધા હતા. આપાગીગાની જગ્યાના મહંત જીવરાજ બાપુ દેવલોક પામતા રાજ્યભરના તેમના ભક્તોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

આ પણ વાંચો: આજનું રાશિફળ: નોકરી અને વ્‍યવસાય સાથે સંકળાયેલા આ રાશીના જાતકો માટે આજે દરેક રીતે લાભદાયી દિવસ

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

જીવરાજ બાપુનું નિધન થતાં તેમના અંતિમ દર્શન માટે મોડી રાતથી મોટી સંખ્યામાં ભક્તો લાઈન લગાવીને ઉભા રહી ગયા હતા. આજે પણ મોટી સંખ્યામાં તેમના શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. અને બાપુના અંતિમ દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. સાંજે 4 વાગ્યા સુધી જીવરાજ બાપુના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવેલો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારબાદ જીવરાજ બાપુની મંદિરના પટાંગણમાં જ સમાધિ બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સતાધારના જીવરાજ બાપુ એક મોટો અનુયાયી વર્ગ ધરાવે છે. દેશ અને વિદેશમાં પણ સતાધારનો સૌથી મોટો અનુયાયી વર્ગ ફેલાયેલો છે. નાદુરસ્ત તબિયતના કારણે મહંતની સારવાર ચાલી રહી હતી. તે દરમિયાન રવિવારે જ મુખ્યપ્રધાન રૂપાણી તેમની ખબર કાઢવા માટે હોસ્પિટલ પણ ગયા હતા.

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 3:14 am, Tue, 20 August 19

Next Article