જૂનાગઢ(Junagadh) માં ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ખેતી વાવેતર(Crop )માં ખેડૂતો બદલાવ લાવ્યા છે. જેમાં ગત વર્ષે મગફળીનું વાવેતર વધારે હતું અને કપાસનું વાવેતર ઓછું હતું ત્યારે ચાલુ વર્ષે ખેડૂતોએ કપાસનું વાવેતર વધુ કરવામાં આવ્યુ અને મગફળીનું વાવેતર ઓછું થયુ છે.
ખેડૂતોના વાવણીમાં ક્યાંક અનિયમિત ચોમાસાના લીધે અને વાવાઝોડાના લીધે વરસાદ પણ નહિવત થયો છે. ચાલુ વર્ષે જે ચોમાસામાં વરસાદ પડવો જોઈએ તે રીતે વરસાદની ઉણપ છે.દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધુ પડ્યો ત્યારે સૌરાષ્ટ્ર માં નહિવત છે એટલે ખેડૂતોએ પણ વાવેતર ની નીતિમાં ફેરફાર કર્યો છે. ગત વર્ષે મગફળીનું વાવેતર વધારે હતુ અને કપાસમાં ગુલાબી ઈયળના ઉપદ્રવના કારણે ખેડૂતોએ કપાસનું વાવેતર ઓછું કર્યું હોય તેવું અનુમાન કરવામાં આવ્યુ.ચાલુ વર્ષે ખેડૂતોએ કપાસનું વાવેતર વધુ કર્યું છે. ચાલુ વર્ષે ગુજરાતભરમાં 25 લાખ હેક્ટર કરતા વધુ જમીનમાં કપાસનું વાવેતર થશે અને કપાસની ડિમાન્ડ વધારે છે અને કપાસના ભાવ અત્યારે પણ 1600 થી 1700 રૂપિયા સુધીના 20 કિલો કપાસના ભાવ છે. ચાલુ વર્ષે પણ મગફળીના પાકમાં ઉતારા નહિવત રહેશે.
આ અંગે કૃષિ યુનિવર્સિટી જૂનાગઢના કૃષિ નિષ્ણાત જી.આર ગોહિલે કહ્યું કે જૂનાગઢમાં પણ જે ખેડૂતોએ કપાસનું વાવેતર કરવામાં આવ્યું તેમાં ખેડૂતોનું પણ માનવું છે કે ચાલુ વર્ષે કપાસનું ઉત્પાદન વધારે રહેશે અને વધારેમાં વધારે ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું છે. ચાલુ વર્ષે જે ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું તેમાં પણ ખેડૂતોએ જણાવ્યું કે ગત વર્ષે મગફળીમાં ઉત્પાદન ઓછું હતું અને ચાલુ વર્ષે પણ મગફળી વાવેતર કર્યું છે. હવે કપાસ અને મગફળી આકાશી રોજી છે. ભાવ સારા મળે અને ઉત્પાદન સારું થશે તો ખેડૂતોને ફાયદો થશે.
આ પણ વાંચો : The Family Manની હિરોઈન પ્રિયામણીના લગ્નનો વિવાદ, પ્રિયામણીના પતિની પ્રથમ પત્નિએ કોર્ટમાં કર્યો કેસ
Published On - 8:28 pm, Thu, 22 July 21