JUNAGADH : જુનાગઢમાં કેશોદ નેશનલ હાઇવે પર થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. કેશોદ નેશનલ હાઇવેના બાયપાસ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ ઘટનામાં જુનાગઢથી ગડુ તરફ જતા યાકુબ શરીફભાઇ સીડા નામનો યુવક ગંભીર રીતે ઘવાયો હતો. રોંગ સાઈડમાં જઈ રહેલા યુવકને સામેથી આવતી કારે ટક્કર મારતા આ યુવક ગંભીર રીતે ઘયલ થતા 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પર હાજર રહેલા ડોકટરે આ યુવાનને મૃત જાહેર કર્યો હતો.
આ પણ વાંચો : BHUJ : 24 કરોડના ખર્ચે બનેલો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ હાલતમાં, વિપક્ષે કર્યા પ્રહારો
Published On - 8:09 am, Thu, 29 July 21