Breaking News : અમરેલીમાં એક કાર્યક્રમ દરમિયાન પ્રધાન જીતુ વાઘાણીએ કોન્ટ્રાક્ટરોને આપી ચેતવણી, જુઓ Video
અમરેલીના કુકાવાવમાં નવનિર્મિત ST બસ સ્ટેન્ડના લોકાર્પણ પ્રસંગે કૃષિ પ્રધાન જીતુ વાઘાણીએ કોન્ટ્રાક્ટરોને કડક ચેતવણી આપી છે. નબળા કામ અને સુવિધામાં બેદરકારી ચલાવી નહીં લેવાય. તેમણે કહ્યું કે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરાશે અને રાજ્ય કે દેશમાં ક્યાંય કામ નહીં મળે. જીતુ વાઘાણીએ તપાસ અને રિપોર્ટ મંગાવ્યાની પણ ખાતરી આપી.
અમરેલીના કુકાવાવમાં નવનિર્મિત એસટી બસ સ્ટેન્ડના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન કૃષિ પ્રધાન જીતુ વાઘાણીએ કોન્ટ્રાક્ટરોને સખત શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સુવિધાના મામલે સહેજ પણ બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. વાઘાણીએ ઉલ્લેખ કર્યો કે નબળી ગુણવત્તાવાળું કામ કરનારા અને વર્ષોથી કામ કરતા કોન્ટ્રાક્ટરો ચેતી જાય, કારણ કે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. એકવાર બ્લેકલિસ્ટ થયા પછી, તેમને રાજ્ય કે દેશમાં ક્યાંય પણ કામ કરવાની તક મળશે નહીં.
જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે અમરેલીમાં કેટલીક બાબતો તેમના ધ્યાનમાં આવી ગઈ છે અને પ્રભારી મંત્રી તરીકે તેમણે ખાતરી આપી હતી કે તેઓ આવા તત્વોને છોડશે નહીં. તેમણે સંબંધિત રિપોર્ટ મંગાવ્યા છે અને વિજિલન્સ તપાસ પણ મુકાવી છે. કૃષિ પ્રધાને ભારપૂર્વક કહ્યું કે લોકોના પૈસાનું શોષણ કરવું યોગ્ય નથી અને યોગ્ય રીતે કામ થાય તેની જવાબદારી તેમણે કુકાવાવ તાલુકાને સોંપી છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય સુવિધાઓ વ્યવસ્થિત બને અને લોકોના હિતોનું રક્ષણ થાય તે છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો