Breaking News : અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ પર હુમલો, JCP શરદ સિંઘલ ઇજાગ્રસ્ત, જુઓ Video

અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગુરુવારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર કાર્યવાહી દરમિયાન હુમલાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, ક્રાઈમ બ્રાન્ચની ટીમ એક આરોપીને પકડવા માટે ત્યાં પહોંચી હતી. કાર્યવાહી દરમિયાન આરોપીએ પોલીસથી બચવા માટે ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

Breaking News : અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ પર હુમલો, JCP શરદ સિંઘલ ઇજાગ્રસ્ત, જુઓ Video
| Updated on: Jul 02, 2026 | 7:02 PM

અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગુરુવારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર કાર્યવાહી દરમિયાન હુમલાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, ક્રાઈમ બ્રાન્ચની ટીમ એક આરોપીને પકડવા માટે ત્યાં પહોંચી હતી. કાર્યવાહી દરમિયાન આરોપીએ પોલીસથી બચવા માટે ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

આ દરમિયાન આરોપીને રોકવા માટે પોલીસે ફાયરિંગ કર્યું હતું. જોકે, આરોપીએ અચાનક હુમલો કરતાં સંયુક્ત પોલીસ કમિશનર (JCP) શરદ સિંઘલ પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં JCP શરદ સિંઘલ ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાથમિક માહિતી મુજબ, આરોપી ભાગી છૂટવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે થયેલી ઝપાઝપી દરમિયાન JCP શરદ સિંઘલને છરી વાગી હતી. ઘટનાના તરત બાદ પોલીસ ટીમે આરોપીને કાબૂમાં લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.

ઇજાગ્રસ્ત JCP શરદ સિંઘલને તાત્કાલિક સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે. સમગ્ર ઘટનાને પગલે વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને પોલીસે કેસની વધુ તપાસ શરૂ કરી છે.

ગેરકાયદે હથિયારોના કેસમાં ઝડપાયેલા હિસ્ટ્રીશીટર કલીમની પૂછપરછ દરમિયાન તેણે પોલીસ અધિકારીઓ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ ઇજાગ્રસ્ત થયા હતા.

મળતી માહિતી અનુસાર, JCP શરદ સિંઘલ અને PI ઘાસુરા આરોપીની પૂછપરછ કરી રહ્યા હતા. તે દરમિયાન આરોપીની તલાશી લેવાની પ્રક્રિયા ચાલી રહી હતી. પ્રાથમિક માહિતી મુજબ આરોપી નશાની હાલતમાં હતો. અચાનક તેણે રસોડામાં વપરાતી છરી વડે હુમલો કર્યો, જેમાં JCP શરદ સિંઘલના ડાબા હાથમાં ઇજા પહોંચી હતી.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપી કલીમ ગેરકાયદે હથિયારોના કેસમાં ઝડપાયો હતો. તેની પાસેથી ચાર હથિયારો કબજે કરવામાં આવ્યા હતા. કલીમ સામે અગાઉથી 30થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે, જેના કારણે તે હિસ્ટ્રીશીટર તરીકે ઓળખાય છે.

હુમલા દરમિયાન પરિસ્થિતિ કાબૂ બહાર જતી હોવાથી JCP શરદ સિંઘલે સ્વ-બચાવમાં ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં આરોપી કલીમના પગમાં ગોળી વાગી હતી, જેના કારણે તે ઇજાગ્રસ્ત થયો હતો.

ઘટના બાદ ઇજાગ્રસ્ત JCP શરદ સિંઘલ અને આરોપી કલીમ બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં બંનેની સારવાર ચાલી રહી છે.

પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ હુમલાના તમામ સંજોગોની તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં આરોપી નશાની હાલતમાં હોવાની માહિતી સામે આવી છે, જોકે આ અંગે વધુ વિગતો તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

ફોરેસ્ટ કર્મી પર હુમલા કેસમાં ગુજરાત હાઈકોર્ટે નવજાત બાળકની માતા શકુંતલા વસાવાને હાઈકોર્ટમાંથી મળ્યા જામીન

Published On - 6:34 pm, Thu, 2 July 26

Follow Us