રાષ્ટ્રપતિ રામનાથ કોંવિંદ 25 માર્ચ લેશે જામનગરની મુલાકાત, ભારતીય નૌસેના જહાજ વાલસુરાને પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરશે

પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડ સૈન્યના કોઇપણ એક યુનિટને શાંતિ અને યુદ્ધ બંને સમયમાં રાષ્ટ્રની અસામાન્ય સેવા બદલ સન્માનિત કરવા માટે આપવામાં આવે છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોંવિંદ 25 માર્ચ લેશે જામનગરની મુલાકાત, ભારતીય નૌસેના જહાજ વાલસુરાને પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરશે
President Ramnath Kovind to honor Indian Navy ship Valsura with Color Award at Jamnagar
| Edited By: | Updated on: Mar 23, 2022 | 9:43 AM

ભારતના આદરણીય રાષ્ટ્રપતિ (President) અને ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર રામનાથ કોવિંદે (Ramnath Kovind) ગુજરાતમાં જામનગર (Jamnagar)ખાતે આવેલા ઇન્ડિયન નેવલ શિપ (INS) વાલસુરાને 25 માર્ચ 2022ના રોજ પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડ (Presidents Colour Award)થી સન્માનિત કરવા માટે મંજૂરી આપી દીધી છે. આ સ્મરણીય પ્રસંગને યાદગાર બનાવવા માટે 150 જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે આદરણીય રાષ્ટ્રપતિને માન આપવા માટે ઔપચારિક પરેડ રજૂ કરવામાં આવશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નૌસેના સ્ટાફના વડા એડમિરલ આર. હરી કુમાર, સધર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ વાઇસ એડમિરલ એમ.એમ. હમ્પિહોલી તેમજ અન્ય વરિષ્ઠ નાગરિક અને સૈન્ય મહાનુભાવો આ ઐતિહાસિક પ્રસંગે ઉપસ્થિત રહેશે.

પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડ સૈન્યના કોઇપણ એક યુનિટને શાંતિ અને યુદ્ધ બંને સમયમાં રાષ્ટ્રની અસામાન્ય સેવા બદલ સન્માનિત કરવા માટે આપવામાં આવે છે. ભારતીય નૌસેના સશસ્ત્ર દળોની પ્રથમ શાખા છે, જેમનું 27 મે 1951ના રોજ ભારતના તત્કાલિન આદરણીય રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું હતું.

1942માં સ્થાપવામાં આવેલું INS વાલસુરા ભારતીય નૌસેનાની પ્રીમિયમ તાલીમ સંસ્થા છે. આ સંસ્થાને ભારતીય નૌસેના, તટરક્ષક દળ અને મિત્ર વિદેશી દેશોના અધિકારીઓ અને સૈન્ય નાવિકોને ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, શસ્ત્ર પ્રણાલીઓ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી અંગે તાલીમ આપવાની જવાબદારી સોંપવામાં આવી છે. INS વાલસુરાએ લગભગ 80 વર્ષ કરતાં વધારે સમયથી રાષ્ટ્રને આપેલી નોંધનીય અને શૌર્યપૂર્ણ સેવા બદલ પોતાની વિશિષ્ટ ઓળખ બનાવી છે. પ્રારંભિક પરેડનું અગ્રણી સમાચાર ચેનલો પર પ્રસારણ કરવામાં આવશે. પ્રાસંગિક પરેડ પછી આદરણીય રાષ્ટ્રપતિ દ્વારા અન્ય મહાનુભાવ અતિથિઓની ઉપસ્થિતિમાં વિશેષ કવર બહાર પાડવામાં આવશે.

રાષ્ટ્રપતિ બે દિવસ સૌરાષ્ટ્રના પ્રવાસે

આગામી 24 અને 25મી માર્ચના દિવસે રાષ્ટ્રપતિ દેવભુમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં અને જામનગરની મુલાકાત લેશે. 24 માર્ચના રોજ દ્રારકાધીશ મંદિરએ ભગવાનના દર્શન કરશે. બીજા દિવસે 25 માર્ચના રોજ જામનગરના વાલસુરા નેવીના કાર્યકમમાં હાજરી આપશે. જેને લઈને બંન્ને જીલ્લામાં છેલ્લા બે સપ્તાહથી તૈયારીઓ ચાલે છે. જામનગરમાં એરપોર્ટથી વાલસુરા સુધીના માર્ગમાં રસ્તા રીપેર કરાયા, સ્પીડબ્રેકર અને દબાણ દુર કરાયા છે. રાષ્ટ્રપતિના આગમનને લઈને તૈયારી કરવામાં આવી છે. જેમાં જાહેર સ્થળો પર બોમ્બ સ્કોર્ડ, ડોગ સ્કોર્ડ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યુ. સુરક્ષા માટે પુરતા પ્રમાણમાં પોલિસ જવાનો તૈનાત કરાયા છે. 1435 પોલિસ જવાનો સુરક્ષા માટે તૈનાત. 3 ડીવાયએસપ, 80 પીઆઈ અને પીએસઆઈ, પોલિસ જવાનો, હોમગાર્ડ સહીતના જવાનો સુરક્ષા વ્યવસ્થામા તૈનાત રહેશે.

આ પણ વાંચો-

Ahmedabad: સિવિલ હોસ્પિટલની કેન્ટીનમાં ઉંદરનો વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહી, સુપ્રિટેન્ડેન્ટે કેન્ટીનને બંધ કરવાના આદેશ આપ્યા

આ પણ વાંચો-

Bhavnagar: જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધામાં પાલિતાણા તાલુકાની શાળાના બાળકોનો ડંકો, ચેકડેમમાં પ્રેક્ટિસ કરી જિલ્લા કક્ષાની સ્પર્ધા જીતી