Jamnagar: યાયાવર પક્ષી પેઈન્ટેડ સ્ટોર્કને મળી પશુવાન 1962ની તાત્કાલિક સારવાર, જિલ્લામાં અત્યાર સુધીમાં 98 હજારથી વધુ પશુ-પક્ષીઓને અપાઈ સારવાર

|

Apr 06, 2022 | 3:36 PM

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના અંબાલા ગામે ઘટેલી આવી જ એક ઘટનામાં યાયાવર પક્ષી પેઈન્ટેડ સ્ટોર્ક (પીળી ચાંચ ઢોંક) કે જે ગંભીર રીતે ઘવાયું હતું, તેના માટે આ 1962 પશુ એમ્બ્યુલન્સ સેવા આશીર્વાદરૂપ સાબિત થઇ છે. યાયાવર પક્ષી પેઇન્ટેડ સ્ટોર્કને તત્કાલ સારવાર મળતા તેને નવુ જીવન મળ્યુ છે.

Jamnagar: યાયાવર પક્ષી પેઈન્ટેડ સ્ટોર્કને મળી પશુવાન 1962ની તાત્કાલિક સારવાર, જિલ્લામાં અત્યાર સુધીમાં 98 હજારથી વધુ પશુ-પક્ષીઓને અપાઈ સારવાર
Injured Painted stork

Follow us on

અબોલ પશુ-પક્ષીઓને સ્થાનિક કક્ષાએથી જ જરૂરી સરવાર ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા 10 ગામ દિઠ એક ફરતા પશુ દવાખાના હેઠળ એમ્બ્યુલન્સની સુવિધા સમગ્ર રાજયમાં અમલમાં મુકવામાં આવેલી છે. આ મોબાઈલ પશુ એમ્બ્યુલન્સ (Mobile animal ambulance) 1962 નંબર ડાયલ કરતાની સાથે જ પશુ-પક્ષીને ઘર આંગણે જ તાત્કાલિક સારવાર પૂરી પાડે છે. જામનગર (Jamnagar) જિલ્લાના જોડિયા તાલુકાના અંબાલા ગામે ઘટેલી આવી જ એક ઘટનામાં યાયાવર પક્ષી પેઇન્ટેડ સ્ટોર્ક કે જે ગંભીર રીતે ઘવાયું હતું, તેના માટે આ 1962 પશુ એમ્બ્યુલન્સ સેવા આશીર્વાદરૂપ સાબિત થઈ છે. યાયાવર પક્ષી પેઈન્ટેડ સ્ટોર્ક (Painted stork)ને તત્કાલ સારવાર મળતા તેને નવુ જીવન મળ્યુ છે.

આ ઘટનાની વિગત મુજબ જોડિયાના નાથાલાલ સાવરિયાને એક પેઈન્ટેડ સ્ટોર્ક પક્ષી વહેલી સવારે ગામના તળાવના કિનારે ઘાયલ અવસ્થામાં બેઠેલું જોવા મળ્યું હતું. આ પક્ષી ગંભીર રીતે ઘાયલ થયેલુ અને ઉડી શકવામાં અસમર્થ જણાયુ હતુ. આ દરમિયાન ત્યાંથી પોતાની રૂટ ફરજ પર જઈ રહેલી પશુ એમ્બ્યુલન્સ આ ગામમાંથી પસાર થઈ હતી. ત્યારે નાથાલાલ તથા ગ્રામજનો દ્વારા સમગ્ર ઘટનાથી પશુવાનના કર્મીઓને વાકેફ કરાયા હતા.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સમાં હાજર વેટરનરી ઓફિસર ડો. ભુમિકાબહેન કાપડીયા તેમજ પાયલોટ  રાજદીપસિંહ કાંચવા પશુ એમ્બ્યુલન્સ લઈ સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં આ પક્ષી વીજ શોકના કારણે ગંભીર રીતે ઘાયલ થવાનું જણાયું હતું અને પક્ષીની બન્ને પાંખોમાંથી લોહી નિકળતું હતું. જેથી 1962ની ટીમ દ્વારા તાત્કાલિક પેઈન્ટેડ સ્ટોર્ક પક્ષીની સારવાર શરૂ કરાઈ હતી અને તેની પાંખોમાં એન્ટિસેપ્ટિક ડ્રેસિંગ કરીને તેની પાંખોમાંથી વહી જતાં લોહીને બંધ કરવામાં આવ્યુ હતું. તેમજ જરૂરી દવાઓ અને સારવાર પુરી પાડી આ યાયાવર પક્ષીને નવજીવન આપવામાં સફળતા મેળવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર જામનગર જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા કુલ 18 પશુવાન એમ્બ્યુલન્સ તથા જામનગર શહેર માટે એક કરુણા એનિમલ એમ્બ્યુલન્સ કાર્યરત છે. જેમાંની 1962 એમ્બ્યુલન્સે આજદિન સુધીમાં 85,856 જ્યારે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા 12,212 મળી કુલ 98 હજારથી પણ વધુ પશુ-પક્ષીને સારવાર આપવાની તેમજ જીવ બચાવવાની કરૂણાસભર કામગીરી પૂર્ણ કરી છે.

આ પણ વાંચો-Gandhinagar: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો, પોલીસ પર કાર ચઢાવવા મામલે ધરપકડ

આ પણ વાંચો-Surat : જાહેરમાં થૂંકનારાઓની હવે ખેર નથી, સુરતની સુંદરતા બગાડનારા લોકોને સીસીટીવી થકી પકડીને દંડ કરાશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Next Article