સાનમિના અને રિલાયન્સ વચ્ચે સંયુક્ત સાહસની રચના, ભારતમાં ઉચ્ચ ટેક્નોલોજી સાથેના વિશ્વ-સ્તરીય ઇલેક્ટ્રોનિક્સ હાર્ડવેર ઉત્પાનો બનાવાશે

|

Mar 03, 2022 | 11:58 AM

RSBVL સંયુક્ત સાહસમાં 50.1% ઇક્વિટી હિસ્સો ધરાવશે અને બાકીના 49.9%ની માલિકી સનમિના પાસે રહેશે. RSBVL આ માલિકી મુખ્યત્વે સાનમિનાની હાલની ભારતીય એન્ટિટીમાં નવા શેર્સમાં રૂ. 1,670 કરોડ સુધીના રોકાણ દ્વારા હાંસલ કરશે.

સાનમિના અને રિલાયન્સ વચ્ચે સંયુક્ત સાહસની રચના, ભારતમાં ઉચ્ચ ટેક્નોલોજી સાથેના વિશ્વ-સ્તરીય ઇલેક્ટ્રોનિક્સ હાર્ડવેર ઉત્પાનો બનાવાશે
Joint venture between Sanmina and Reliance build world class electronics hardware products with high technology in India

Follow us on

અમેરિકાના સાનમિના કોર્પોરેશન અને RILની પેટાકંપની રિલાયન્સ (Reliance) સ્ટ્રેટેજિક બિઝનેસ વેન્ચર્સ લિમિટેડ (RSBVL) દ્વારા ભારતમાં હાઇ ટેક્નોલોજી (high technology)  ઇન્ફ્રાસ્ટ્રક્ચર હાર્ડવેર સહિતની પ્રોડક્ટ્સના ઉત્પાદન માટે સંયુક્ત સાહસ (Joint venture) ની રચના કરવામાં આવી છે. RSBVL દ્વારા સાનમિના કોર્પોરેશનના ચેન્નાઈમાં આવેલા વર્તમાન ભારતીય એકમ સાનમિના (Sanmina) ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડમાં રોકાણ કરવા અંગે કરાર કરવામાં આવ્યા હોવાની આજે જાહેરાત કરવામાં આવી હતી. આ ભાગીદારી ભારતીય બિઝનેસ ઇકોસિસ્ટમમાં સાનમિનાના 40 વર્ષના અદ્યતન ઉત્પાદન અનુભવ અને રિલાયન્સની કુશળતા તથા નેતૃત્વનો લાભ ઉઠાવશે. ચેન્નાઈમાં સાનમિનાની હાલની મેનેજમેન્ટ ટીમ દ્વારા રોજ-બ-રોજના વ્યવસાયનું સંચાલન કરવાનું ચાલુ રહેશે, જે કર્મચારી અને ગ્રાહકના પરિપ્રેક્ષ્યમાં કોઈપણ અવરોધ વગરનું રહેશે.

આ સંયુક્ત સાહસ માનનીય વડાપ્રધાનના “મેક ઇન ઈન્ડિયા” વિઝનને અનુરૂપ ભારતમાં વિશ્વ-સ્તરીય ઈલેક્ટ્રોનિક (electronics)  મેન્યુફેક્ચરિંગ હબ બનાવશે. સંયુક્ત સાહસ હાઇ ટેક્નોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હાર્ડવેરને પ્રાથમિકતા આપશે, વૃદ્ધિ બજારો માટે અને સમગ્ર ઉદ્યોગો જેમ કે કોમ્યુનિકેશન નેટવર્કિંગ (5G, ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હાઇપરસ્કેલ ડેટાસેન્ટર્સ), મેડિકલ અને હેલ્થકેર સિસ્ટમ્સ, ઔદ્યોગિક અને ક્લીનટેક અને સંરક્ષણ અને એરોસ્પેસ. સાનમિનાના વર્તમાન ગ્રાહક વર્ગને સેવાઓ પૂરી પાડવા ઉપરાંત, સંયુક્ત સાહસ એક અત્યાધુનિક ‘મેન્યુફેક્ચરિંગ ટેક્નોલોજી સેન્ટર ઑફ એક્સેલન્સ’ બનાવશે જે ભારતમાં પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને હાર્ડવેર સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમને બળ આપવા માટે ઇન્ક્યુબેશન સેન્ટર તરીકે સેવા આપશે, તેમજ લીડિંગ-એજ ટેક્નોલોજિસના સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપશે.

RSBVL સંયુક્ત સાહસમાં 50.1% ઇક્વિટી હિસ્સો ધરાવશે અને બાકીના 49.9%ની માલિકી સનમિના પાસે રહેશે. RSBVL આ માલિકી મુખ્યત્વે સાનમિનાની હાલની ભારતીય એન્ટિટીમાં નવા શેર્સમાં રૂ. 1,670 કરોડ સુધીના રોકાણ દ્વારા હાંસલ કરશે, જ્યારે સાનમિના તેના હાલના કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાં યોગદાન આપશે. રોકાણના પરિણામ સ્વરૂપે, સંયુક્ત સાહસને ભંડોળ વૃદ્ધિ માટે $200 મિલિયનથી વધુ રોકડ સાથે મૂડીકૃત કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

SIPLની આવક 31 માર્ચ 2021ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે અંદાજે રૂ. 12.3 બિલિયન (અથવા આશરે US$165 મિલિયન) રહી હતી. આ સંયુક્ત સાહસ દ્વારા, સાનમિના અપેક્ષા રાખે છે કે સમય જતાં આ વ્યવસાયનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધશે અને સમગ્ર ઉદ્યોગોમાં હાઈ-ટેક સાધનોની સ્થાનિક અને વૈશ્વિક માંગને પૂરી કરવા માટે તેના ભારતીય ઉત્પાદનની ક્ષમતાઓને વિસ્તારશે. તમામ મેન્યુફેક્ચરિંગ શરૂઆતમાં ચેન્નાઈમાં સનમિનાના 100-એકર કેમ્પસમાં થશે, જેમાં ભવિષ્યના વિકાસની તકોને મજબૂત બનાવવા માટે તેમજ વ્યવસાયની જરૂરિયાતોને આધારે સમયાંતરે ભારતમાં નવી મેન્યુફેક્ચરિંગ સાઇટ્સ પર સંભવિતપણે વિસ્તરણ કરવાની ક્ષમતાનો સમાવેશ થશે.

સાનમિનાના ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જ્યુર સોલાએ જણાવ્યું હતું કે અમે ભારતમાં પ્રીમિયર ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ સોલ્યુશન્સ કંપની બનાવવા માટે રિલાયન્સ સાથે ભાગીદારી કરવા માટે ઉત્સાહિત છીએ. આ સંયુક્ત સાહસ સ્થાનિક અને નિકાસ બંને બજારોને સેવા આપશે અને ભારતીય સરકારની “મેક ઇન ઇન્ડિયા” પહેલમાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ બની રહેશે.

રિલાયન્સ જિયોના ડિરેક્ટર આકાશ અંબાણીએ જણાવ્યું કે, ભારતમાં હાઇ-ટેક મેન્યુફેક્ચરિંગ માટે નોંધપાત્ર બજાર તકો મેળવવા માટે સાનમિના સાથે કામ કરવામાં અમને આનંદ થાય છે. વિકાસ અને સુરક્ષા બંને માટે, ભારત માટે ટેલિકોમ, IT, ડેટા સેન્ટર્સ, ક્લાઉડ, 5G, ન્યૂ એનર્જી અને અન્ય ઉદ્યોગોમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં વધુ આત્મનિર્ભર બનવું જરૂરી છે કારણ કે આપણે નવા ડિજિટલ અર્થતંત્રમાં અમારો માર્ગ નક્કી કરીએ છીએ. આ ભાગીદારી દ્વારા ભારતીય અને વૈશ્વિક બંને માંગને પહોંચી વળવા અમે ભારતમાં નવીનતા અને પ્રતિભાને પ્રોત્સાહન આપવાની યોજના બનાવીએ છીએ.

આ વ્યવહારની પૂર્ણતા એ નિયમનકારી મંજૂરીઓ સહિત કસ્ટમરી ક્લોઝિંગ કન્ડિશન્સને આધીન છે. આ વ્યવહાર સપ્ટેમ્બર 2022 પહેલા સંપન્ન થવાની અપેક્ષા રાખવામાં આવે છે.

આ પણ વાંચોઃ  યુક્રેનથી ગુજરાતના 220 વિદ્યાર્થીઓ ગાંધીનગર પહોંચ્યા, સર્કિટ હાઉસ ખાતે જીતુ વાઘાણીએ તમામને આવકાર્યાં

આ પણ વાંચોઃ નવા પ્રધાનો અને નવા એજન્ડા સાથે રજૂ થશે વિધાનસભામાં બજેટ, 2.50 લાખ કરોડ આસપાસનું બજેટ રહેવાની ધારણા

Next Article