Jamnagar: બાળકોની વાત પર બે પરિવાર આમને-સામને, એક વ્યકિતની હત્યા, પોલીસે નોંધી ફરિયાદ

|

May 28, 2022 | 6:59 PM

મારામારીમાં મહિલાઓની પણ સંડોવણી હોવાથી બે યુવાનો તથા એક મહિલા સહિત અન્ય ત્રણ વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ થતા તમામને પણ સારવાર માટે જામનગરની (Jamnagar News) જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Jamnagar: બાળકોની વાત પર બે પરિવાર આમને-સામને, એક વ્યકિતની હત્યા, પોલીસે નોંધી ફરિયાદ
બાળકોના ઝઘડામાં બે પરીવારો સામ-સામે

Follow us on

જામનગરમાં ગત શુક્રવારે મોડી સાંજે ડીફેન્સ કોલોની વિસ્તારમાં બાળકો રમતા-રમતા ઝગડી પડયા. જેમાં બાળકોના ઝગડામાં બે પરીવાર આમને-સામને આવી જતા બંન્ને પરીવાર વચ્ચે મારામારી થઈ હતી. જેમાં એક વ્યકિત પર છરી વડે હુમલો થતાં વ્યકિતની હત્યા થઈ. સામા પક્ષે બે વ્યકિતને ગંભીર ઈજા થતા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. જામનગરમાં (Jamnagar News) ડિફેન્સ કોલોની વિસ્તારમાં રાત્રિના સમયે બાળકો અંગેની તકરાર થઈ હતી. જેમાં બે પરીવાર વચ્ચે ધિંગાણું થયું હતું. છરી લાકડાના ધોકા-પાઈપ જેવા હથિયારો ઉડયા હતા. જેમાં એક યુવાનની હત્યા થઈ અને બન્ને પક્ષની મારામારીમાં એક મહિલા સહિત અન્ય ત્રણ વ્યક્તિઓને ઈજાઓ થતા હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતા પોલીસ દોડી આવી. બંન્ને પક્ષે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શું છે સમગ્ર ઘટના?

જામનગર શહેરના ડિફેન્સ કોલોની વિસ્તારમાં મોડી સાંજે નાના બાળકો રમતા હતા. રમતા-રમતા બાળકોમાં ઝગડો થયો, જે તકરારમાં ભરત રણમલ રૂડાચ અને રાયસુર ઉર્ફે બોઘો માલદેભાઈ ગઢવીના બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી અને બંને પક્ષે સામ સામે મારામારી અને છરી,ધોકા-પાઈપ જેવા હથિયારોથી એક બીજાને માર માર્યો. જેમાં 28 વર્ષના યુવાન ભરત રણમલ રૂડાચ નામના પર જીવલેણ હુમલો કરવામાં આવતા તેની હત્યા થઈ હતી. મારામારીમાં મહિલાઓની પણ સંડોવણી હોવાથી બે યુવાનો તથા એક મહિલા સહિત અન્ય ત્રણ વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ થતાં તમામને પણ સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બે પરિવાર વચ્ચે બાળકોના મામલે થયેલા ઝગડામાં એક વ્યકિતની હત્યા અને મારમારીનો બનાવ બનાતા વિસ્તારમાં વાતાવરણ તંગ બન્યુ હતુ અને લોકોના ટોળા એકઠા થયા હતા, બનાવની જાણ થતાં જામનગરનો સીટી-સી ડિવિઝનની પોલીસ, એલસીબી, એસઓજી સહીતની ટીમ બનાવ સ્થળે દોડી આવી હતી. સીટીસી પોલિસ મથકે બંન્ને પક્ષે સામસામી પોલીસ ફરીયાદ નોંધાવી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પોલીસે બંન્ને પરિવારની ફરિયાદ નોંધીને બનાવની તપાસ આરંભી છે અને આરોપીને શોધવા પોલીસની વિવિધ ટીમો કામે લાગી છે. નાના બાળકોની નાની વાતે ઝગડાનું સ્વરૂપ મોટુ કર્યુ અને નાના બાળકોના ઝગડામાં મોટા પણ ઝગડી પડયા અને તે ઝગડામાં યુવાનની હત્યા થઈ. પોલીસ મૃતકનું પીએમ કરાવીને વધુ ઉંડાણપૂર્વકની તપાસ આરંભી છે.

Next Article